નવજીવન ન્યૂઝ.સુરેંદ્રનગર: હળવદના બ્રાહ્મણ પરિવારના એક યુવકે પિતાના મૃત્યુ પછી 15 દિવસ માં પોતે અંતિમ પગલું ભરીને જીવન ટૂંકાવી લીધું છે. તેણે ઝેરી દવા પી લેતા તેની હાલત લથડી પડી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો પરંતુ સારવાર કારગત નીવડી નહીં અને તેનું હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું. હવે પરિવાર પર અગાઉ ઘરના વડીલના મૃત્યુનો આઘાત હતો ત્યાં હવે આ યુવાનનો પણ શોક છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હળવદમાં રાણેકપર રોડ પર આવેલા સાનિધ્ય બંગ્લોઝમાં રહેતા રવિ વિજયભાઈ ઉપાધ્યાય નામના યુવકે ઝેરી દવા ગટગટાવી લેતા તેની હાલત લથડી પડી હતી. જો કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજયું હતું. મળી રહેલા અહેવાલો અનુસાર આ યુવાનના પિતાનું અવસાન થયેલ હજુ પંદર દિવસ જ થયા હતા અને યુવકે પિતાના મૃત્યુ પછી આઘાત સહન ન થતા અંતિમ પગલું ભર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, તે યુવાને આ સમયમાં જ્યારે પિતાનું અવસાન થયું છે ત્યારે પરિવારની લાઠી બનવાનો સમય હતો પરંતુ યુવાને અંતિમ પગલું ભરી લેતા પરિવાર પર બેવડો આઘાત છે. પોલીસે આ ઘટનામાં યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











