Wednesday, July 22, 2026
HomeGujaratસુરત અને વડોદરાની બે સ્કૂલમાં કોરોના સંક્રમણથી તંત્રમાં ચિંતા, શિક્ષણકાર્ય સ્થગિત

સુરત અને વડોદરાની બે સ્કૂલમાં કોરોના સંક્રમણથી તંત્રમાં ચિંતા, શિક્ષણકાર્ય સ્થગિત

- Advertisement -

નવજીવન. સુરતઃ ગુજરાતમાં સતત કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે, તેમાં પણ જ્યારથી તહેવારો પુરા થયા અને હવે જ્યારે ચૂંટણીના પડઘમ શરૂ થયા છે ત્યારથી ચિંતા વધી છે. આ દરમિયાનમાં સુરતના ડુમસ ખાતે આવેલી ડીપીએસ સ્કૂલ માં ધોરણ 1 અને 2ના બાળકો કોરોના સંક્રમિચ થયા હોવાની વિગતો બહાર આવતા ચકચાર મચી છે. આ શાળા દ્વારા તકેદારીના ભાગે 7 દિવસ માટે શિક્ષણ કાર્યને સ્થગિત કરી દેવાયું છે. આ બંને બાળકો એક જ પરિવારના હોવાનું માલુમ પડ્યું છે. આવું જ કાંઈક વડોદરાની નવરચના સ્કૂલમાં જોવા મળ્યું છે જ્યાં પણ એક બાળક કોરોના પોઝિટિવ આવતા શાળાનું શિક્ષણકાર્ય 4 દિવસ માટે સ્થગિત કરી દેવાયું છે.



- Advertisement -

છેલ્લા કેટલાક સમયથી કોરોનાની રસી બાળકો માટે લાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે તેવામાં બાળકો પણ કોરોના સંક્રમિત થવાની ઘટનાઓ જોવા મળી રહી છે. આવા સંજોગોમાં ગુજરાતના બે શહેરોમાં કોરોના સંક્રમણ શાળાના બાળકોમાં આવતા શિક્ષણજગતમાં ચિંતાનો માહોલ છે. સુરતમાં બે બાળકોમાં જ્યાં કોરોના સંક્રમણ છે તેઓ બંને એક જ પરિવારના બાળકો છે. કોરોના પોઝિટિવ આવતાની સાથે શાળાએ તકેદારીના ભાગે શિક્ષણ કાર્યને સ્થગિત કર્યું છે. ઉપરાંત વડોદરાની ભાયલી સ્કૂલમાં વિદ્યાર્થી કોરોના સંક્રમણ સામે આવતા સંચાલકોએ શાળાને સેનેટાઈઝ કરવા ઉપરાંત 4 દિવસ માટે શાળાને બંધ કરી દેવાનું નક્કી કર્યું છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ અમદાવાદની નિરમા સ્કૂલના 3 બાળકો, ઉદ્દગમ સ્કૂલનો 1 વિદ્યાર્થી પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને કારણે શાળા તંત્રએ અમુક દિવસો સુધી શાળા બંધ કરવાનું નક્કી કર્યું છે. જોકે અહીં જે બાળકો પોઝિટિવ આવ્યા તે ધોરણ 9થી 11માં અભ્યાસ કરતાં હતા.

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular