નવજીવન ન્યૂઝ. સુરત: ચાલુ વર્ષે હવામાન વિભાગની આગાહી અને લોકોની ધારણા કરતાં સારો વરસાદ થવા સાથે ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક થતાં ઉકાઈ ડેમ પાણીથી છલકાયો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહી ચોમાસાની ઋતુમાં સામાન્ય રીતે વંટોળ કે વરસાદ સાથે ભારે પવનનું ફૂકાવાની ઘટના બનતી આવી જોવા મળે છે. જ્યારે હાલ બે દિવસ અગાઉ દક્ષિણ ગુજરાતનો જીવાદોરી સમાન ઉકાઈ ડેમ વિસ્તારમાં એક અજુકતી ઘટના બની હોવાના જુદા જુદા બે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.
વાયરલ થયેલા વીડિયોમાં આકાશમાથી વંટોળ સાથે પાણી ડેમ વિસ્તારમાં પડતું હોવાનું જોવા મળે છે. આ ઘટના બની ત્યારે નજીકમાં ડાંગરના ખેતરમાં કામ કરતાં ખેડૂતે મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરી હોવાનું કહેવાય છે. રેકોર્ડ થયેલા વીડિયો અને તેમાં વાતચીતના ઓડિયો પરથી આ ઘટના ઉકાઈ ડેમ વિસ્તારની હોવાની ચર્ચાય રહી છે. જ્યારે વાયરલ થયેલા વીડિયો બાબતે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કે ખરાઈ નથી કરાઈ. જ્યારે સ્થાનિકોના મત મુજબ આ વીડિયો ઉકાઇ ડેમ નજીકના પાણી વિસ્તારમાંથી રેકોર્ડ થયાનું કહેવાય છે.
અહેવાલ, વીડિયો આભારસઃ દિલીપ ચાવડા, સુરત








