નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. ગુજરાત યુનિવર્સિટી નજીક એક કન્સ્ટ્રક્શન સાઈટ પર લિફ્ટ તૂટતા 8 શ્રમિકોના મોત નિપજ્યા છે. એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં 13મા માળેથી લિફ્ટ તૂટી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. આ મામલે બિલ્ડર સાથે વાત કરવાનો નવજીવન ન્યૂઝ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો ફોન નો રિપ્લાય થતો હતો. હવે સ્થિતિ એવી છે કે 7 જીવ જતા રહ્યા પરંતુ તેમને ફાયર બ્રિગેડને પણ કલાકો સુધી જાણ નહીં કરાતા તેમને સમયસર સારવાર પણ મળી શકી નહીં. જવાબદાર કોણ તે મોટો પ્રશ્ન હતો જેના જવાબ અહીં કોઈ પાસે હાલ તો નથી જ.
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર નામની કન્સ્ટ્રકશન સાઈડ પર વહેલી સવારે લિફ્ટ તૂટવાની ધટના સામે આવી છે. 13માં માળેથી લિફ્ટ તૂટતા 7 મજૂરોના મોત નિપજ્યા હતા. જ્યારે હાલ એક મજૂર ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ ઘટના સવારે 9:30 વાગ્યાની આસપાસ બની હતી. આ સાઈડ પર જે મજૂરો સાઈડ પર કામ કરી રહ્યા હતા તે ઘોઘંબા વિસ્તારના રહેવાસી છે. ફાયર વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર લિફ્ટ તૂટવાની ઘટના અંગે કોઈપણ પ્રકારનો કોલ આપવામાં આવ્યો ન હતો. મીડિયામાંથી જાણકારી મળતા ફાયરની ટીમ આવી પહોંચી હતી. આ અકસ્માતમાં સંજયભાઈ બાબુભાઇ નાયક, જગદીશભાઈ રમેશભાઈ નાયક, અશ્વિનભાઈ સોમાભાઈ નાયક, મુકેશ ભરતભાઈ નાયક, મુકેશભાઇ ભરતભાઇ નાયક, રાજમલ સુરેશભાઇ ખરાડી, પંકજભાઇ શંકરભાઇ ખરાડીનું મોત નિપજ્યું છે.








