Monday, May 4, 2026
HomeInternationalAir India:ના વિમાનમાં મસ્કટ એરપોર્ટ પર લાગી આગ- Video, યાત્રિકો સુરક્ષિત

Air India:ના વિમાનમાં મસ્કટ એરપોર્ટ પર લાગી આગ- Video, યાત્રિકો સુરક્ષિત

- Advertisement -

નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ મસ્કત એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસ પ્લેનમાં આગ લાગી હતી. જ્યારે પ્લેનમાંથી ધુમાડો નીકળ્યો ત્યારે જહાજમાં સવાર તમામ મુસાફરોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. વિમાનમાં ચાર નવજાત શિશુઓ સહિત 145 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરોને ટર્મિનલ બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યા છે. આ દરમિયાન કોઈ મુસાફરને ઈજા થઈ નથી. પ્લેન મસ્કતથી કોચી આવી રહ્યું હતું.

પ્લેન ઉડવાની થોડીક ક્ષણો પહેલા જ પ્લેનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “રાહત ફ્લાઈટ્સ માટે વ્યવસ્થા કરવામાં આવશે.” બે મહિના પહેલા કાલિકટથી દુબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટને સળગવાની ગંધ આવતા મસ્કત તરફ ડાયવર્ટ કરવું પડ્યું હતું.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular