નવજીવન ન્યૂઝ. સુરત: સુરતની શાળાના આચાર્યએ હેવાનિયતની તમામ હદ વટાવી દીધો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 14 વર્ષના વિદ્યાર્થીને નગ્ન કરીને આચાર્ય જાતિ સતામણી કરતો હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. હાલ પ્રિન્સિપાલ વિરુદ્ધ પોલીસે જાતિ સતામણીનો ગુનો દાખલ કર્યો છે.
માહિત અનુસાર, સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પુણાની સ્કૂલ નંબર 300 ના આચાર્ય નિશાંત વ્યાસના કારણે શાળાની આબરૂના ધજાગરા ઊડી ગયા છે. સમગ્ર બાબતે પાલિકાના તપાસ સમિતિના નિરીક્ષકે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે આચાર્ય વિરુદ્ધ પોકસો એક્ટ મુજબ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે. જો કે પોલીસ તેના ઘરે પહોંચી હતી ત્યારે ધરપકડથી બચવા આચાર્ય ઘરેથી ભાગી ગયો હતો.
શાળાના આચાર્ય નિશાંત વ્યાસ દ્વારા પોતાની કેબિનમાં બાળકોને નિર્વસ્ત્ર કરી દીધા હોવાના વીડિયો સામે આવ્યા હતા. ઉપરાંત અન્ય વિદ્યાર્થીને પોતાનો મોબાઇલ આપી વીડિયો ઉતારતા હતા. પ્રિન્સિપાલની સાથે અન્ય કેટલાક વિદ્યાર્થીઓ નગ્ન વિદ્યાર્થીની મસ્તી કરતાં હતા. આચાર્યની પેન ડ્રાઈવમાં 200 જેટલી આ પ્રકારની ક્લિપ મળી આવી છે.








