Sunday, May 10, 2026
HomeGeneralગુજરાત ATSએ આંતર રાજ્ય ગેંગસ્ટરને અમદાવાદમાંથી ઝડપ્યો, 35થી વધુ ગુનાને આપી ચૂક્યો...

ગુજરાત ATSએ આંતર રાજ્ય ગેંગસ્ટરને અમદાવાદમાંથી ઝડપ્યો, 35થી વધુ ગુનાને આપી ચૂક્યો છે અંજામ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત ATSએ આજે 35 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત ટોળકીનો મુખ્ય સૂત્રધારને અમદાવાદમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ ગેંગસ્ટર ગુજરાત સહિત અનેક રાજ્યમાં વોન્ટેડ હતો.

માહિતી અનુસાર, ગુજરાત ATSના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એચ. કોરોટને માહિતી મળી હતી કે, આંતર રાજ્યની કુખ્યાત ટોળકીનો મુખ્ય સૂત્રધાર અરવિંદસિંઘ બિકા અમદાવાદના હિરાવાડી ચાર રસ્તા પાસે આવાનો છે. ઉપરાંત આ ગેંગસ્ટર પોતાની પાસે હથિયાર પણ રાખે છે. ગેંગસ્ટર અંગે માહિતી મળતા ગુજરાત ATS હરકતમાં આવી ગઈ હતી અને અધિકારીઓની ટીમ બનાવીને હીરાવાડી ચાર રસ્તા વોચમાં ગોઠવાઈ ગયા હતા.

- Advertisement -



ગેંગસ્ટર ચાર રસ્તા પાસે આવતા ATSના કર્મીએ તેને કોર્ડન કરીને ઘેરી લીધો હતો. તેની પૂછપરછ કરતાં તેનું નામ અરવિંદસિંઘ ઉર્ફે અરવિંદ બીકા રહે. શિરોહી. રાજસ્થાન હોવાનું જણાવ્યુ હતું. તેને ઝડપી તેની તલાસી લેતા તેના કમરમાં ભરાવેલી એક પિસ્ટલ મળી આવી હતી. આ પિસ્ટલમાં 5 કારતૂસ ભરેલા હતા. ઉપરાંત ખભા પર ભરાવેલા થેલામાંથી પણ એક પિસ્ટલ અને દેશી તમંચો મળી આવ્યો હતો.

પોલીસે વગર લાઇસન્સની બે પિસ્ટલ, એક દેશી તમંચો અને 5 કારતૂસ જપ્ત કરી અરવિંદસિંઘ વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે. ગેંગસ્ટર અરવિંદસિંઘ બિકાએ પંદર જેટલા મેમ્બર્સ સાથે રાખીને હત્યા, હત્યાની કોશિશ, લૂંટ, ધાડ, ચોરી, ખંડણી, જેલ બ્રેક, પોલીસ જાપ્તામાંથી ફરાર થવાના, પોલીસ જાપ્તા ઉપર ફાયરિંગ કરી આરોપીને ભગાડવાના અને પોલીસ પર ફાયરિંગ કરવાના 35થી વધુ ગંભીર ગુનાઓને અંજામ આપ્યા છે. ઉપરાંત અરવિંદસિંઘ ફેસબુક અને યુ-ટ્યુબ જેવા સોશીયલ મીડિયા પર હથિયાર સાથેના ફોટા અને વીડિયો શેર કરીને ધમકી ભરેલી પોસ્ટ મૂકતો રહે છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular