Thursday, June 4, 2026
HomeGujaratસુરતઃ ઓહો! કળયુગ 70 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર, સારવાર દરિયાન મોત, આરોપી...

સુરતઃ ઓહો! કળયુગ 70 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર, સારવાર દરિયાન મોત, આરોપી 21 વર્ષનો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં નરાધમએ તમામ હદ વટાવી નાખી છે. માનવતાને સરમાવતો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. નશામાં માણસ કઈ પણ કરી બેસે છે. 21 વર્ષના નરાધમે નશાની હાલતમાં 70 વર્ષની વૃદ્ધા પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે બળાત્કાર બાદ વૃદ્ધાની હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો છે.

માહિતી અનુસાર, સુરતના કોસંબા રેલવે સ્ટેશન વિસ્તારમાં ગુલામ દિવાન(ઉં.21) નામનો યુવક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે 70 વર્ષની વૃદ્ધા જેના પતિ અને પુત્રનું મોત થઈ જતાં એકલવાયું જીવન ગુજારતા હતા. વૃદ્ધા ભીખ માગી રહી હતી તે દરમિયાન નરાધમની નજર વૃદ્ધા પર બગડી હતી અને એકલતાનો લાભ લઈને વૃદ્ધા સાથે દુષ્કર્મ કર્યું હતું.

- Advertisement -

ગુલામ દિવાન રાત્રિના સમય દરમિયાન નશો કરીને આવ્યો હતો, ત્યારે વૃદ્ધા રેલવે સ્ટેશન પર સૂતી હતી. નરાધમે વૃદ્ધાને રેલવે સ્ટેશન નહીં સુવાને જણાવીને તેને સ્ટેશનથી થોડાક દૂર લઈ ગયો હતો. ત્યાર બાદ વૃદ્ધા પર બળાત્કાર કરીને ઢોર માર મારીને નરાધમ ત્યાંથી ભાગી ગયો હતો. જોકે એક અજાણ્યા વ્યક્તિએ મહિલાને જોતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડી હતી પરંતુ સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. ઉપરાંત પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મહિલા સાથે બળાત્કાર થયો હોવાનો ખુલાસો થયો હતો. સમગ્ર હત્યાના બનાવ અંગે રેલવે પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતાં આરોપીને ઝડપી પાડ્યો હતો.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular