Saturday, April 18, 2026
HomeGujaratહાલોલ : લક્ઝરી બસ અને કાર વચ્ચે જીવલેણ અકસ્માત, બે લોકોના મોત

હાલોલ : લક્ઝરી બસ અને કાર વચ્ચે જીવલેણ અકસ્માત, બે લોકોના મોત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. પંચમહાલ: Halol Accident: રાજ્યમાં માર્ગ અકસ્માતોની (Road Accident) સંખ્યામાં વધારો થતો જણાય છે. એવામાં હાલોલ (Halol) નજીકના ઘોઘંબા (Ghoghamba) પાસે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાતા બે વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે જ્યારે ત્રણ વ્યક્તિ ઘાયલ થયા છે.

મળતી વિગતો મુજબ ગતરોજ શનિવારે રાત્રિના સમયે પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના રવેરી ગામ પાસે બસ અને ઈકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રવેરી ગામ પાસે રસ્તા પર બસ અને ઈકો કાર ધડાકાભેર અથડાતા ઈકો કારમાં સવાર બે મુસાફરના મોત નિપજ્યા છે. જ્યારે આ ઘટનામાં ઈકો કારમાં સવાર ત્રણ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિકજામના દૃષ્યો સર્જાય હતા અને, ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા.

- Advertisement -

ઘટના સ્થળે પહોંચેલા આસપાસના રહીશો અને રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો દ્વારા લોકોને બચાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. સાથે જ પોલીસને મામલાની જાણ કરવામાં આવતા થોડીવારમાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કામગીરી હાથ ધરી હતી. ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલીક લોહી લુહાણ હાલતમાં નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા બસનો ચાલક સ્થિતી પારખી ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો.

હાલ આ મામલે ઘોઘંબાના રાજગઢ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ પોલીસે બસના ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ વડોદરાની હોસ્પિટલમાં ઘાયલ થયેલા મુસાફરોની સારવાર ચાલી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular