Wednesday, February 18, 2026
HomeGujaratSuratસુરતમાં હાઈરાઈઝ બિલ્ડિંગ પર રિલ્સ બનાવતા જેલની હવા ખાવાનો વારો આવ્યો

સુરતમાં હાઈરાઈઝ બિલ્ડિંગ પર રિલ્સ બનાવતા જેલની હવા ખાવાનો વારો આવ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: સોશિયલ મીડિયા પર રિલ્સ બનાવી ફેમસ થવાના ચક્કરમાં યુવાનો ક્યારેક વાહનો પર તો ક્યારેક બિલ્ડિંગ પરથી નવા-નવા અખતરા કરતા હોય છે. જેમાં કેટલાક કિસ્સાઓમાં રિલ્સ કે વીડિયો બનાવાના અભરખામાં યુવાનો બેદરકારીના કારણે મૃત્યુને પણ ભેટતા હોય છે. ગઈકાલે સુરતનો (Surat) એક વીડિયો સોશિયલ મીડિયા (Video Viral) પર સામે આવ્યો હતો, જેમાં બે જેટલા યુવકો રિલ્સના ચક્કરમાં હાઈરાઈઝ બિલ્ડિંગ પરથી જીવના જોખમે વીડિયો બનાવી રહ્યા છે. જે ઘટના સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થતાં વેસુ પોલીસ (Surat Police) પણ હરકતમાં આવી હતી અને બંને યુવકોની અટકાયત કરી તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ગઈકાલે સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ધ ગ્રાન્ડ પ્લાઝાના નામની બિલ્ડિંગમાં બે યુવકો જીવના જોખમે બિલ્ડિંગની ટોચ પર વીડિયો બનાવતા નજરે પડ્યા હતા. જેમાં આ યુવકોને સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવા માટે તેમજ ફોલોઅર્સ અને લાઈક્સ મેળવાવા માટે જીવના જોખમે રિલ્સ બનાવી રહ્યા હતા. આ ઘટનાને પગલે યુવકોના અખતરાઓનો વીડિયો ત્યાંથી પસાર થતાં રાહદારીઓએ પણ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. લોકો સોશિયલ મીડિયા પર વાયરલ કરતા આ પ્રકારની ઘટનાથી પોલીસ તરત જ હરકતમાં આવી હતી અને આ વીડિયો મામલે પોલીસે તપાસ કરી જીવલેણ રીતે રિલ્સ બનાવતા બંને વ્યક્તિઓની અટકાયત કરી છે. જેમાં શુભમ શિવકુમાર જે ભટાર સુરતનો રેહવાસી છે અને તેનો સાથીદાર વિક્રમ જે અડાજણ સુરતનો રહેવાસી છે. તે બંનેને માફી મંગાવવી ભવિષ્યમાં આ પ્રકારના અખતરા કરતા સો વખત વિચાર કરે તેવો પાઠ પણ શિખવાડ્યો છે.

- Advertisement -

આજના સોશિયલ મીડિયાના યુગમાં યુવકોને રાતોરાત ફેમસ થઈ સ્ટાર બની જવું છે અને પૈસા કમાવવા છે. તેના માટે સૌથી સરળ રસ્તો અલગ-અલગ પ્રકારના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી, આ વીડિયોથી પ્રસિદ્ધિ સાથે કમાણી કરવાનો એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. જેના માટે કોઈ પણ જોખમ લેવા માટે રિલ્સ રસિયાઓ જોખમ ઉઠાવી લેતા હોય છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular