નવજીવન ન્યૂઝ. દ્વારકા: ચોમાસા દરમિયાન વરસાદના કારણે ઘણી જગ્યાએ વીજ કરંટ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે દ્વારકામાં (Dwarka) વીજ કરંટ (Electric Current) લાગવાથી બે બાળકોનું મૃત્યુ થવાની ઘટના સામે આવી છે. એક શ્રમિક પરિવારના બે બાળકો ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખોલતા જ બાળકોને કરંટ લાગ્યો હતો અને બંનેના ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે.
હાલ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ (Rain) વરસી રહ્યો છે. જેના કારણે ઇલેકટ્રિક શોર્ટસર્કિટની ઘટનાઓ બની રહી છે. ત્યારે દ્વારકાના ગુંદા ગામે બપોરના સમયે એક શ્રમિક પરિવારના બે જેટલા બાળકો ઘરે આવ્યા હતા. ઘરના દરવાજા પર અર્થિંગ આવી રહ્યો હતો, ત્યારે બાળકોએ દરવાજો ખોલ્યો હતો. તે દરમિયાન બંને બાળકોને કરંટ લાગતા તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. બાળકો દરવાજા પાસે બેભાન હાલતમાં પડેલા જોવા મળતા માત-પિતા પણ ઘર પાસે દોડી આવ્યા હતા. બાળકોને સારવાર માટે ગામના આરોગ્ય કેન્દ્ર લઈ જવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે બાળકોને સારવાર મળે તે પહેલા જ દમ તોડી દીધું હતું.
બંને બાળકોના મૃત્યુથી પરિવાર શોકમાં ગરકાવ થયો હતો. તેમજ બાળકના કરંટ લાગવાથી મૃત્યુ થયું હોવાની જાણ ગામમાં થતાં ગ્રામજનો પર પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796