નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં ઘણી ઈમારતો માં લિફ્ટ માં લોકો ફસાઇ ગયા છે અને તેમને રેસ્ક્યુ પણ કરાયા છે, હાલ ઘણી વખત બનતી ઘટના છે, જોકે હાલ ચોંકાવનારી ઘટના સામે આવી છે કે સુરત પોલીસ કમિશનરની કચેરીની ઓફિસ ખોટકતા એક મહિલા પોલીસ કર્મી આ લિફટમાં ફસાઈ ગયા હતા. જોકે ભારે જહેમત પછી આ મહિલા કર્મચારીને સહી સલામત રેસ્ક્યુ કરાયા હતા.
સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં કામ કરતા આયશાબેન નામના પોલીસ કોન્સ્ટેબલ ગ્રાઉન્ડ ફ્લોર પરથી પ્રથમ માળે જવા માટે લિફ્ટમાં ગયા હતા આ દરમિયાન લિફ્ટ પહેલા માળે જઈ રહી હતી ત્યારે અચાનક વચ્ચે અટકી ગઈ હતી જેને કારણે આયશા બેનની મદદ કરવા માટે અન્ય પણ દોડી આવ્યા હતા. બનાવ સંદર્ભે ફાયર બ્રિગેડને સંપર્ક કરી મદદ માગવામાં આવી હતી ફાયર વિભાગના કર્મચારીઓ સુરત કમિશનર કચેરી પર દોડી આવ્યા હતા તેમણે સ્પ્રેડર મશીન દ્વારા લીફ્ટનો દરવાજો તોડી મહિલા પોલીસ કર્મચારીને સહી-સલામત બહાર કાઢ્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












