Congress Protest against Vote chori: ભારતમાં ચૂંટણી પ્રક્રિયાઓમાં ગરબડ કરવાના મામલાને લઈને રાહુલ ગાંધી અગાઉ પણ ઉગ્રતાથી પોતાની વાત લોકો સમક્ષ મુકી ચુક્યા છે. હાલમાં જ ગઈ કાલે જ પોલીસે તેમની અટકાયત કરી હતી. આજે ફરી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસી નેતાઓ જંગી સંખ્યામાં જંતર મંતર સુધી શરૂ કરી હતી. જ્યાં બસમાં તેઓ પહોંચ્યા હતા અને ત્યાં જ પોલીસ સાથે ઘર્ષણમાં શું શું થયું તે જુઓ આ વીડિયોમાં.
કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ બુધવારે રાજધાનીમાં વિપક્ષી સાંસદો સાથે બપોરે 1 વાગ્યે લંચ બેઠક કરી હતી. બેઠકમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત ઘણા બીજા નેતાઓ જોડાયા હતા. આ બેઠકમાં સાંસદ સીઈસી જ્ઞાનેશ કુમારને મળવાનો સમય માગવાવાળી ચીઠ્ઠી પર હસ્તાક્ષર કરવાના હતા. જે પછી તેમણે જંતર-મંતર ભણી વાટ પકડી હતી.








