નવજીવન ન્યૂઝ. સુરત: Surat PCB Raid: ગાંધીના દારૂ પ્રતિબંધિત ગુજરાતમાં પ્રતિદિન લાખો રૂપિયાનો દારૂ પકડાય છે. ગુજરાત સરકાર દ્વારા દારૂબંધી માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ સમગ્ર રાજ્યમાં દારૂનું ધૂમ વેચાણ પ્રકાશમાં આવતું રહે છે. બુટલેગરો દારૂના વેચાણ માટે જાતજાતના નુસખાઓ અપનાવતા હોય છે, ત્યારે સુરતમાં (Surat) બ્રાન્ડેડ કંપનીની જૂની બોટલોમાં બનાવટી દારૂ સપ્લાય (Liquor Smuggling) કરવાની વાત સામે આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના ઈચ્છાપોર વિસ્તારમાંથી PCBએ નકલી દારૂની ફેક્ટરી (Fake Liquor Factory) ઝડપી પાડી છે. બાતમીને આધારે PCBએ ઈચ્છાપોર વિસ્તારમાં દરોડો પાડતા બનાવટી દારૂ બનાવટી ફેક્ટરી ચલાવતા કલ્પેશ સામરીયાની ધરપકડ કરવામાં આવી છે. કલ્પેશ સામરિયા આ બનાવટી ફેક્ટરીનું સંચાલન કરતો હતો. આરોપી કલ્પેશ સામરિયા સહિત એક અન્ય આરોપી સામે અગાઉ પણ દારૂના કેસમા ફરિયાદ નોંધાયેલી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડવામાં આવેલ દારૂ બનાવટી છે અને બોટલો બ્રાન્ડેડ કંપનીની છે. આ બાન્ડેડ કંપનીની જૂની બોટલોમાં બનાવટી દારૂ સપ્લાય કરવામાં આવતો હતો. નકલી દારૂની બોટલો મશીન વડે પેક કરી સુરતના આજુબાજુના વિસ્તારમાં વેચવામાં આવતો હતો. ફેક્ટરીમાંથી બ્રાન્ડેડ કંપનીની બોટલોના ઢાંકણા તેમજ સીલ પેક કરવાની સામગ્રી મળી આવી છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








