Wednesday, July 22, 2026
HomeGujaratSuratસુરત: દેશી બનાવટની પિસ્તોલ-કાર્ટીઝ સાથે એમ્બ્રોઈડરી ખાતાના ઓપરેટરની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ

સુરત: દેશી બનાવટની પિસ્તોલ-કાર્ટીઝ સાથે એમ્બ્રોઈડરી ખાતાના ઓપરેટરની ક્રાઈમ બ્રાંચે કરી ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat News: અવાર-નવાર હથિયારો મળવાનો સિલસિલો યથાવત છે. વધુ એક ઘટના સુરતમાં (Surat) બની છે કે, જ્યાં એમ્બ્રોઈડરી ખાતામાંથી એક ઓપરેટર પાસેથી દેશી બનાવટની પિસ્તોલ (Pistol) સહિત જીવતા કાર્ટીઝ મળી આવતા સમગ્ર કારખાનામાં ચકચાર મચી ગયો છે.

મહત્ત્વનું છે કે, સુરત શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિને ડામવા અને ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવા સુરત પોલીસ કમિશ્નરે (Surat Police Commissioner) સુચના આપેલી છે. જે અન્વયે ક્રાઈમ બ્રાંચ કતારગામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન કતારગામ ખાતે આવેલા એમ્બ્રોઈડરી ખાતામાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા કર્મચારી પાસેથી પોલીસને બનાવટી પિસ્તોલ સહિત જીવતા કાર્ટીઝ જેવા હથિયારો મળી આવતા આરોપીની ધરપકડ કરી છે.

- Advertisement -

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપી સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ કાંસાનગરના પૂરનબાગ ખાતે રહે છે. તેણે અન્ય એક વ્યક્તિ પાસેથી આ પિસ્તોલ ખરીદી હતી. હાલ તો ક્રાઈમ બ્રાંચે આરોપી પાસેથી રૂપિયા 5 હજારની કિંમતની દેશી હાથ બનાવટની પિસ્તોલ અને એક કાર્ટીઝ મળી કુલ 5,100 રૂપિયાની મત્તાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

જો કે આરોપીએ આ પિસ્તોલ શા માટે ખરીદી? કોની પાસેથી ખરીદી? આરોપી એ હથિયારોનો શો ઉપયોગ કરવાનો હતો? આ તમામ પ્રશ્નોના જવાબ મેળવવા માટે પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular