નવજીવન ન્યૂઝ. ભરૂચ: Bharuch News: આજના સમયમાં યુવાનો ડ્રગ્સના આદી બન્યા છે. પરંતુ જ્યારે ડ્રગ્સ સમયસર ન મળે ત્યારે યુવાનોની હાલત કફોડી બની જતી હોય છે. ત્યારે ડ્રગ્સના (Drug) વિકલ્પ તરીકે દવાના ઓવરડોઝથી નશો કરતા હોવાનો પર્દાફાશ થયો છે. એટલું જ નહીં પરંતુ ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના દવાઓ (Medicine) વેચાતી હોવાનો પણ ભરૂચ પોલીસ (Bharuch Police) તેમજ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ((Food and Drugs Department) જોઈન્ટ ઓપરેશનમાં પર્દાફાશ કર્યો છે.
ભરૂચ તાલુકા પોલીસ કેબલ ચોરીના આરોપીની પૂછપરછ કરી રહી હતી. તે દરમ્યાન તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે, આ આરોપીઓ ડ્રગ્સનું સેવન કરતા હતા. આરોપીઓની જ્યારે ઊંડાણપૂર્વક પુછપરછ કરવામાં આવી તો પોલીસને ખબર પડી કે, તેઓ દર ત્રણ-ચાર કલાકે ‘SEMDX-PLUS’ નામની પેઇનકિલર દવાનો ઓવરડોઝ લઈ નશો કરતા હતા.
પોલીસ પૂછપરછમાં આ હકીકતનો ચોંકાવનારો ખૂલાસો થયા બાદ ભરૂચ SP દ્વારા દહેજ વિસ્તારમાં આવેલ મેડીકલ સ્ટોર ઉપર “SEMDX-PLUS” નામની ટેબલેટનું ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર વેચાણ કરતા મેડીકલ સ્ટોરના સંચાલકોને શોધી કાઢી તેમની સામે કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતીઆ. જેના આધારે ગતરોજ LCB, SOG અને ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અલગ અલગ ટીમ બનાવીને ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર “SEMDX-PLUS” નામની ટેબલેટ ખરીદવા માટે દહેજ વિસ્તારમાં આવેલી અલગ-અલગ 20 મેડીકલ સ્ટોર ઉપર ડમી ગ્રાહકો મોકલ્યા હતા. જે પૈકી 5 એ પ્રિસ્ક્રીપ્શન વગર આ દવા આપી દેવાનો તેમજ 5 પૈકી 4 મેડિકલ સ્ટોરમાં ફાર્માસીસ્ટ હાજર ન હોવાનો પર્દાફાશ થયો હતો. આ પાંચેય મેડીકલ સ્ટોર ઉપર ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર “SEMDX-PLUS” નામની ટેબલેટ ગ્રાહકને આપી દેવાતા ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ દ્વારા સ્થળ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
કાર્યવાહીના ભાગરૂપે 5 મેડિકલ સ્ટોર ક્રમશ: દહેજ ચોકડી પાસે ઋષિરૂપ કોમ્પલેક્સમાં આવેલા ન્યુ મેડીકલ સ્ટોર તેમજ ભાવના મેડીકલ એન્ડ જનરોલ સ્ટોર, પોસ્ટ જોલવા પાસે આવેલા શાલીગ્રામ કોમ્પલેક્સ, રહીયાદમાં આવેલા ભૃગુ કોમ્પલેક્ની જય ગાયત્રી મેડીલીંક, જાગેશ્વરમાં આવેલી જય ગાયત્રી મેડીસીન્સ, તેમજ ભેસલીમાં આવેલા ગજાનંદ મેડીકલ સ્ટોરને ફૂડ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવી હતી. આ ઉપરાંત મેડીકલ સ્ટોરના માલિકો વિરુદ્ધ વડી કચેરીમાં રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ સરકાર દ્વારા ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વગર દવા નહીં આપવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. તેમ છતાં જીવન રક્ષક ગણાતી આ દવાની દુકાનોમાં દવાના નામે નશાનો કારોબાર ઝડપાયો છે. ત્યારે ડોક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના દવાઓ ન વેચાય તે માટે કોઈ કડક જોગવાઈ કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








