નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Gandhinagar News: ગુજરાતમાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. વરસાદી વાતાવરણ હોવીથી પાણીજન્ય રોગો, વાઈરલ ઇન્ફેક્શન, તાવ તેમજ સૌથી વધુ લોકો હાલ જેનો ભોગ બની રહ્યા છે, તે કન્જેક્ટિવાઇટિસ (Conjunctivitis) આંખોનો ચેપી રોગ સમ્રગ ગુજરાતમાં ફેલાયેલો છે. મોટાભાગના આંખના દરેક સરકારી અને ખાનગી દવાખાનામાં ભીડ જોવા મળી રહી છે. હાલ વરસાદના લીધે વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. તેથી કન્જેક્ટિવાઇટિસના વાયરસનું સંક્રમણ હાલમાં ઝડપી ફેલાઈ રહ્યું છે. તેવામાં ગાંધીનગર સિવીલમાં (Gandhinagar Civil Hospital) ગયા અઠવાડીયામાં બાળકોમાં કન્જેક્ટિવાઇટિસના પ્રમાણમાં 20%નો વધારો નોંધયોલો જોવા મળે છે.
ગુજરાતમાં અત્યારે ચોમાસાની સિઝનમાં વરસાદી વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. જેના લીઘે વિવિઘ પ્રકારની બિમારીએ લોકોને પોતાના ભરડામાં લીઘા છે. તેમાં સૌથી વઘુ ચેપી રોગ ગણાતા કન્જેક્ટિવાઇટિસના વાયરસનું સંક્રમણ હાલમાં ઝ઼ડપથી ફેલાયેલું જોવા મળી રહ્યું છે. જેમાં નાના બાળકોથી લઈ મોટી ઉમરની વ્યક્તિ કન્જેક્ટિવાઇટિસ રોગનો ભોગ બની રહ્યા છે. વાત કરીએ ગાંધીનગર સિવિલની તો તેમાં છેલા વીસેક દિવસમાં કન્જેક્ટિવાઇટિસ રોગમાં ઝડપથી દર્દીમાં વધારો નોંધાયો છે. આ દિવસો અગાઉ પ્રતિ દિન 70ની આસપાસ કેસ નોંધાયા હતા. જ્યારે હવે રોજના 300થી વધુના કેસ ગાંધીનગર સિવિલમાં નોંધાઇ રહ્યા હોવાની માહિતી સામે આવી છે. કન્જેક્ટિવાઇટિસ વાયરસના હાલના અઠવાડીયામાં બાળકોમાં સંક્રમણ કરતાં 20 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.
બાળકોના તબીબની સલાહ મુજબ પરિવારમાં માતા-પિતા અથવા અન્ય કોઈ વ્યક્તિને કન્જેક્ટિવાઇટિસ રોગ હોય તો બાળકોને શાળામાં એક અઠવાડીયા સુધી ન મોકલવા જોઈએ તથા મોબાઇલ સહિત કોઇપણ વસ્તુ બાળકોને રમવા આપવી જોઈએ નહી. કન્જેક્ટિવાઇટિસ થાય તેને આંખના તબિબની પાસે ચેકઅપ કરાવીને તબિબના માર્ગદર્શન મુજબ આંખમાં દવાના ટીપાં નાંખવા જોઈએ, ચશ્મા પહેરી ફરવું જોઈએ જેથી અન્યને ચેપી રોગ ન લાગે. જો માતાને રોગ થયો હોય તો બાળક ધાવણના સમયે આંખોમાં ચશ્મા પહેરવા તેમજ બાળકને અડતા પહેલાં હાથ સાફ કરવા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








