નવજીવન ન્યૂઝ. મુંબઈઃ PM નરેન્દ્ર મોદીને મુંબઈની ટ્રાફિક પોલીસના Whatsapp નંબર પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ટ્રાફિક પોલીસે આ માહિતી મુંબઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓને આપી છે. આ અંગે વર્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવી રહ્યો છે. જે ફોન નંબર પરથી ધમકી મળી હતી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, મુંબઈ ટ્રાફિક કંટ્રોલના વોટ્સએપ નંબર પર 7 ઓડિયો ક્લિપ આવી છે. ઓડિયો ક્લિપમાં કહેવામાં આવ્યું છે કે બે લોકો પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની હત્યા કરવા જઈ રહ્યા છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે (Dawood Ibrahim ) PM મોદીને મારવાનું ષડયંત્ર રચ્યું છે. ઓડિયો ક્લિપની સાથે વોટ્સએપ પર કેટલાક દસ્તાવેજો પણ મોકલવામાં આવ્યા છે. ટ્રાફિક પોલીસે આ તમામ માહિતી મુંબઈ પોલીસ (Mumbai Police)ની ક્રાઈમ બ્રાન્ચ અને સ્ટેટ ઈન્ટેલિજન્સને ટ્રાન્સફર કરી છે.
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમે મુસ્તાક અહેમદ અને મુસ્તાક નામના બે લોકોને PM મોદીની હત્યા કરવાની સોપારી આપી છે. મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાની ઓળખ આપી ન હતી. પોલીસને મોકલવામાં આવેલી ઓડિયો ક્લિપ મેસેજ હિન્દીમાં છે. સમગ્ર મામલે વરલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવામાં આવી છે. ઉપરાંત મેસેજ મોકલનારની તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસને અગાઉ પણ આવા ધમકી ભર્યા મેસેજ મળ્યા હતા. જોકે આ વખતની ધમકીમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો ઉલ્લેખ કરવામાં આવતા પોલીસ સક્રિય બની છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |
![]() |