Friday, May 1, 2026
HomeGujaratસુરતઃ ગણપતિ આગમનમાં આગ સાથે સ્ટંટ કરવા જતા જુઓ Video શું થયું,...

સુરતઃ ગણપતિ આગમનમાં આગ સાથે સ્ટંટ કરવા જતા જુઓ Video શું થયું, લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરતઃ હાલમાં ગણેશજીને લોકો પોતાના ત્યાં આવકારી રહ્યા છે જેના માટે તેઓ ગણેશ વિસર્જન વખતે જેવી રીતે નાચ ગાન કરે છે તેવી રીતે આગમન વખતે પણ મોજ મસ્તીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જોકે આ મસ્તી ક્યારેક ભારે પણ પડી જાય તેવી પણ ઘટનાઓ બની ચુકી છે. હાલમાં જ સુરતમાં ગણેશજીના આગમન વખતે સુરતમાં ંઆગ સાથે સ્ટંટ કરવા જતાં યુવક પોતે આગની લપેટોમાં લપટાઈ ગયો હતો. જોકે સમયસર યુવકની ટીસર્ટ કાઢી નાખી અને તેનો જીવ બચી ગયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહીં આપ જુઓ.

સરઘસ, રેલી, વરઘોડાઓ કે જ્યારે ઉજવણીનો માહોલ હોય છે ત્યારે લોકો પોતાની જ સુરક્ષાને કે બીજાના જીવને પણ જોખમમાં મુકી દેતા હોય છે. હાલમાં જ આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. આ દરમિયાનમાં ગણેશ આગમન વખતે સુરતમાં એક યુવકને આગ સાથે સ્ટંટ કરવો ભારે પડી ગયો છે. આ વીડિયો પર્વત પાટિયા વિસ્તારના ગણેશજીના આગમન વખતે બનેલી ઘટનાનો હોવાનું કહેવાય છે.

- Advertisement -

અહીં એક યુવક જ્વલંતશિલ પ્રવાહી મોંઢામાં મુકી આગ સાથે સ્ટંટ કરી રહ્યો હતો ત્યારે અચાનક આગ તેના શરીર પર લાગી જાય છે. જેના કારણે સ્થળ પર થોડી અફરાતફરી મચી જાય છે. જોકે બાજુમાં જ ઊભેલા એક વ્યક્તિએ તુરંત મદદ કરતાં યુવકનું ટીસર્ટ કાઢી લઈ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરતાં તે સફળ રહ્યા હતા. જોકે આવા જોખમી સ્ટંટથી દૂર રહી એક સલામત અને સુખદ તહેવાર આપણે ઉજવીએ તેવી પ્રાથના.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular