Monday, May 4, 2026
HomeGujaratસુરતઃ લાશોને પોટલામાં બાંધવી પડી એવી હતી ફેક્ટરીમાં લાગેલી આગની ભયાનકતા, જુઓ...

સુરતઃ લાશોને પોટલામાં બાંધવી પડી એવી હતી ફેક્ટરીમાં લાગેલી આગની ભયાનકતા, જુઓ Video

- Advertisement -

નવજીવન. સુરતઃ સુરતના પલસાણા વિસ્તારમાં આવેલી સૌમ્ય પ્રોસેસિંગ પ્રા. લી. ફેક્ટરીમાં લાગેલી આગની ભયાનકતા આ તસવીર જોઈને જ સમજી શકાય છે. સવારે 3 વાગ્યે લાગેલી આગમાં ભારે અફરાતફરી મચી હતી. આગને કાબુ કરવી એટલી સરળ ન્હોતી જેને પગલે તેને બ્રિગેડ કોલ (ગંભીર આગ સમયે ફાયર વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાતો શબ્દ) જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટના વખતે ત્રણ શ્રમીકો જે સ્થળ પર તો હતા પરંતુ બાદમાં મળી આવી રહ્યા ન્હોતા. તેમની શોધ કરવામાં આવી ત્યારે તેમની લગભગ સંપૂર્ણ દાઝી ગયેલી હાલતમાં વિકૃત દેખાઈ રહેલી લાશો મળી આવી હતી. લાશોની હાલત એવી હતી કે તેને પોસ્ટ મોર્ટમ રૂમ સુધી લઈ જવા માટે પોટલામાં લઈ જવી પડી હતી.



- Advertisement -

આગની ઘટનાઓ સુરત શહેર માટે હવે ક્રમશઃ બનતી ઘટનાઓ સમાન બની ગઈ છે, સૌમ્ય પ્રોસેસિંગ પ્રાઈવેટ લીમીટેડ ફેક્ટરીમાં લાગેલી આગમાં મિલમાં યાન હતા જેના કારણે આગ વધુ ભયાનક સ્વરૂપમાં આવી ગઈ હોવાનું માનવામાં આવે છે. આ આગ વહેલી સવારે લાગી હતી ત્યારે ફેક્ટરીનો સ્ટાફ નાઈટ ડ્યૂટીમાં હતો. જે દરમિયાન આગ લાગી તો દોડાદોડ મચી ગઈ હતી, જેના વચ્ચે ફેક્ટરીના ચાર મજુર મળી આવી રહ્યા ન હતા. દરમિયાન ફાયર વિભાગે શરૂ કરેલા રેસ્ક્યૂ વખતે એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે પ્રવીણ (ઉં.વ 17), જગ્દીશ (ઉં.વ. 20) અને કનૈયાલાલ (ઉં.વ. 27)નું મોત નિપજ્યું હતું.

ફાયર વિભાગના અધિકારીનું કહેવું છે કે અમે ત્યાં પહોંચ્યા ત્યારે આગ ઘણી વિકરાળ સ્વરૂપમાં હતી. જોકે મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે પરંતુ આ ઘટનામાં ત્રણ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. તેમના મૃતદેહને બહાર કાઢી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular