નવજીવન. રાજકોટઃ લગ્નજીવનમાં પતિ-પત્ની વચ્ચે અનબનના કિસ્સા ઘણી વાર સામે આવતા રહેતા હોય છે. તેમ છતાં આવા કિસ્સામાં ખાસ કરી અત્યંત ટુંકા લગ્નગાળામાં કોઈએ પોતાનો જીવ ગુમાવવો પડે તેવું ખુબ જુજ પ્રમાણમાં બનતું હોય છે. રાજકોટમાં આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં પતિને પત્ની ઉપર શંકા હોવાને કારણે પત્નીની હત્યા કરી નાખી હતી.
માત્ર ચાર મહિનાના લગ્નજીવનનો આવો અંજામ આવતા પરિવારમાં શોકનો માહોલ ઉભો થયો હતો. મળતી માહિતી મુજબ આ યુગલ ગઢડીયા રોડ પાસે રહેતા હતા. ચાર મહિના અગાઉ તેમના લગ્ન થયા હતા. પતિને પત્ની પર અન્ય પુરુષ સાથે વાત કરતી હોવાની શંકા થતા પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી.
આ ઘટનાની જામ થતા જ જસદણ પોલીસ ઈન્સપેક્ટર સહિત અન્ય પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ અંગે યુવતીના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અત્યારે પોલીસે યુવકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












