નવજીવન ન્યુઝ. સુરતઃ મહામારીની બીજી લહેર દરમિયાન રેમડિસિવિર ઈન્જેક્શનની માગ ચરમસીમા પર પહોંચી ગઈ હતી. જેના ફાયદો ઉપાડીને કેટલાક લોકોએ કાળાબજારી તો કેટલાકે નકલી ઈન્જેક્શનનો વેપલો કર્યો હતો. તે દરમિયાન સુરતમાંથી મોટા પાયે નકલી રેમડિસિવિર ઈન્જેક્શનનો જથ્થો પોલીસે ઝડપી પાડયો હતો. હવે EDએ આ કેસના આરોપીઓની કરોડોની સંપતિ સામે લાલ આંખ કરી છે.
બીજી લહેર વખતે સમગ્ર દેશને મદદની જરુર હતી. તે વખતે પણ ઘણા લોકોએ દવાના કાળાબજાર કરી ખીસ્સા ગરમ કર્યા હતા. તો કેટલાકે નકલી દવાઓ વેચી લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ (ED) દ્વારા આજે બે ગુજરાતી વેપારીઓની સંપતિ ટાંચમાં લેવાઈ હતી. ઈડીએ જણાવ્યું હતું કે બે બિઝનેસમેન કૌશલ મહેન્દ્રભાઈ વોરા અને પુનિત ગુણવંતલાલ શાહની 1.04 કરોડની સંપતિ ટાંચમાં લેવાઈ છે. આ કાર્યવાહી એન્ટિ-મની લોન્ડરિંગ કાયદા હેઠળ કરવામાં આવી છે.
આ કેસના બન્ને આરોપીએ સુરત ખાતેના ફાર્મ હાઉસમાં નકલી રેમડિસિવિર ઈન્જેક્શન ઉત્પાદન અને વેચાણ કર્યું હતું. મધ્ય પ્રદેશ સહિતના કેટલાક રાજ્યોમાં નકલી ઈન્જેક્શન્સ પહોંચાડયા હતા. તે સમયે ઈન્જેક્શનની ભારે અછત હોવાથી લોકો એક ઈન્જેક્શન માટે લાખ રૂપિયા આપવા તૈયાર થતા હતા. ઉપરાંત હોસ્પિટલ્સની બહાર લાંબી લાઈન લાગતી હતી. લોકો નકલી ઈન્જેક્શન ખરીદે તો એ અસલી છે કે નહીં તે ચેક કરવું સામાન્ય નાગરિક માટે મુશ્કેલ હતું. બીજી બાજુ ડોક્ટર્સ પાસે સમયનો અભાવ હોવાથી નકલી રેમડિસિવિર ઈન્જેક્શન માર્કેટમાં ફરતા થયા હતા.
ઈડીએ નિવેદનમાં જણાવ્યું છે કે નકલી રેમડિસિવિર ઈન્જેક્શનો વિવિધ વિક્રેતાઓને વેચાયા હતા. સીધા રિટેઈલર્સ, મેડિક સ્ટોર, દવા એજન્સીસ અને હોસ્પિટલ્સને આ નકલી ઈન્જેક્શન્સ વેચ્યા હતા. ઈડીએ મોરબી પોલીસ અને મધ્ય પ્રદેશના ઈન્દોર પોલીસે નોંધેલી બે FRIનો અભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ તપાસ હાથ ઘરી હતી અને આ કેસમાં વેચાણ કરનારાના મૂળ સુધી પહોંચ્યા હતા. નકલી ઈન્જેક્શનમાં ગ્લુકોઝ અને મીઠાનું પાણી ભરી દેવામાં આવતું હતું. જેનો દેખાવ અસલી ઈન્જેક્શન જેવો જ રાખવામાં આવ્યો હતો.
ED has provisionally attached Cash & Bank balance totaling to Rs 1.04 Crore of Kaushal Mahendra bhai Vora and Punit Gunvantlal Shah under PMLA, 2002 in a case of sale of fake remdesivir injections across Madhya Pradesh and other states during second wave of COVID-19 crisis.
— ED (@dir_ed) March 15, 2022
![]() |
![]() |
![]() |











