Saturday, April 20, 2024
HomeGujaratSuratસુરતઃ બુટલેગર અને ગેમ્બલર વચ્ચે તલવારો ખેંચાઈ, પિતા-પુત્રએ માથાભારે શખ્સના કાંડા કાપ્યા

સુરતઃ બુટલેગર અને ગેમ્બલર વચ્ચે તલવારો ખેંચાઈ, પિતા-પુત્રએ માથાભારે શખ્સના કાંડા કાપ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરત ક્રાઈમસીટી બનવાની હોડમાં આગળ વધી રહ્યુ હોય તે પ્રકારે સતત હત્યા, આત્મહત્યા, છેતરપિંડી, ગેંગવોરની ઘટના સામે આવી રહી છે. સુરત(Surat)માં ત્રણ દિવસ પહેલા મળેલી ભેદી રીતે હત્યા કરીને મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હોવાનું પોલીસ (Surat Police) તપાસમાં આવ્યું છે, બીજી બાજુ બૂટલેગરો અને ગેમ્બલરો વચ્ચે માથાકુટ થતા યુવકના તલવાર વડે હુમલો કરતા હાથના કાંડા કાપી નાખવામાં આવ્યા છે. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને ગુનાના આરોપીને ઝડપી પાડ્યા છે.

ડ્રાઈવરે ક્લીનરનું ઢીમ ઢાળી દીધું

સુરતના સીમાડાના નાકા નજીક આવેલી આશાદીપ સ્કૂલના પાર્કિંગના એક રૂમમાં બસના ડ્રાઈવર સોહીલ સુબેદાર અને ક્લીનર તરીકે નોકરી કરતા કલ્પેશકુમાર ઉપાદધ્યાય બંને સાથે રહેતા હતા. ક્લીનર કલ્પેશ રોજ રાત્રે મોડો રૂમ પર આવતો હતો અને જોર-જોરથી દરવાજો ખખડાવતો હતો. જેના કારણે ડ્રાઈવર અને ક્લીનર વચ્ચે ત્રણ દિવસ અગાઉ માથાકુટ થઈ હતી. આ દરમિયાન સોહિલ લોખંડના સળિયા વડે કલ્પેશ પર હુમલો કરતા લોહીલુહાણ થઈ ગયો હતો.

- Advertisement -

કલ્પેશની આ હાલત જોઈને સોહિલ તેને ખબે બેસાડીને હોસ્પિટલ લઈ જતો હતો. પરંતુ રસ્તામાં જ તેનું મોત નીપજ્તા લાશને રોડ પર મુકીને સોહિલ ફરાર થઈ ગયો હતો. પોલીસને લાશ અંગેની જાણ મળતા તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન પોલીસને એક સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. જેમાં મૃતકને સોહિલ ખભે બેસાડીને લઈ જતાં જોવા મળ્યો હતો. સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે હત્યા કરનાર બસ-ડ્રાઈવરને ઝડપી પાડવામાં આવ્યો છે.

ગેંગવોરમાં માથાભારે શખ્સના હાથના કાંડા કાપ્યા

સુરતમાં માન દરવાજા પાસે બુટલેગર અને ગેમ્બલર વચ્ચે ગેંગવોરની ઘટના સામે આવી છે. બંને વચ્ચે થયેલી માથાકુટમાં એક માથામારે શખ્સના નાનાભાઈના કાંડા તલવારથી કાપી નાખવામાં આવ્યા છે. માન દરવાજા પાસે ખટોદરા કોલોની પાસે ગાંધીનગર વસાહતમાં રહેતા બંટી સતીશ પટેલના બનેવી અને માથાભારે છાપ ધરાવતા અન્નુના નાનાભાઈ રોની પર હુમલો કરવામાં આવ્યો હતો.

માન દરવાજા પાસે ગેમ્બલરની છાપ ધરાવતા કાનજી ઉર્ફે કાનો મેઘજી ગીલાતર અને તેના બે દીકરા રોહિત ઉર્ફે રાહુલ અને રાહુલ ઉર્ફે વડાપાઉં રોની પર તલવાર વડે હુમલો કરી ભાગી ગયા હતા. આ હુમલામાં બાપ-દિકરાઓએ રોનીના હાથના કાંડા કાપી નાખ્યા હતા. ઈજાગ્રસ્ત રોનીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સમગ્ર બનાવની જાણ પોલીસને થતા સલાબતપુરા પોલીસ સ્ટેશન દોડતી થઈ હતી. સમગ્ર બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરતા ગણતરીના કલાકમાં જ પિતા અને તેના બે પુત્રની ધરપકડ કરી કરીને વધુ તપાસ શરૂ કરતા સામે આવ્યું હતું કે, રોનીના મિત્ર કોમલ ઢક્કનના રૂપિયા મામલે રાહુલ સાથે રકઝક થતા અદાવત રાખીને કાનજી અને તેના પુત્ર દ્વારા રોની પર હુમલો કરવામાં આવ્યો હતો.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular