નવજીવન ન્યૂઝ. ખેડાઃ નવા વર્ષની શરૂઆત બાદ પોલીસ તંત્ર પણ એક્શનમાં જોવાં મળી રહ્યું છે. પોલીસ(Gujarat Police) દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ટ્રાફિકના નિયમોનું(Traffic Rules Gujarat) ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. છેલ્લા કેટલાક સમયથી પુરપાટ ઝડપે દોડતાં વાહનોનાં કારણે પણ અકસ્માતના અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદ વડોદરા હાઈવે(Ahmedabad- Vadodara Expressway) પર પણ નિર્ધારિત મર્યાદા કરતાં વધારે ઝડપથી વાહન ચલાવવા પર 500 રૂપિયાનો દંડ ભરવો પડશે.

હાઈવે પર બેફામ ઝડપે વાહનો હાંકનારા સામે હવે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમદાવાદ વડોદરા હાઈવે પર ઓવર સ્પીડમાં વાહન ચલાવવા બદલ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. અત્યાર સુધી હેલ્મેટ, સીટબેલ્ટ, 3 સવારી, ફેન્સી નંબર પ્લેટ, સિગ્નલ અથવા ઝિબ્રા ક્રોસિંગ લાઈન તોડવા બદલ દંડ ફટકારવામાં આવતો હતો. પરંતુ નવા વર્ષની શરૂઆત બાદ હવે હાઈવે પર સીટબેલ્ટ, રોંગ સાઈડ ડ્રાઇવિંગ , રોંગ સાઈડથી ઓવર ટેક, ઓવર સ્પીડ જેવી ભૂલો બદલ પણ વાહન ચાલકને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવશે.
અકસ્માતના બનાવને અટકાવવા માટે તંત્ર દ્વારા ખેડા જિલ્લા પોલીસને ઈન્ટરસેપ્ટર વાન આપવામાં આવી છે. આ વાનને ખેડા જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-વડોદરા હાઈવે પર કાર્યરત કરવામાં આવી છે. આ વાનની મદદથી અત્યાધુનિક લેસર સ્પીડ ગન અને 360 ડિગ્રીના કેમેરાની મદદથી વાહનો પર બાજ નજર રાખવામાં આવશે. ઓવર સ્પીડથી દોડતાં વાહનના ચાલકને સ્થળ પર જ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. અત્યાર સુધીમાં સ્પીડગનથી મેન્યુઅલી ચેકિંગ કરીને દંડ ફટકારવામાં આવતો હતો. જે દંડ હવે ઈન્ટરસેપ્ટર વાનથી કરવામાં આવશે. હાઈવે પર 100થી વધુની સ્પીડ પર વાહન ચલાવનારને દંડ ફટકારવામાં આવશે. હાઈવે પર સીસીટીવી કેમેરા પણ લગાવામાં આવ્યા છે. પરંતુ ઓવર સ્પીડ અને સીટબેલ્ટ તથા હેલ્મેટ વગરના વાહનોનો મેમો જનરેટ થતો ન્હોતો. પરંતું ખેડા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હાઈવે પર ઇન્ટરસેપ્ટર વાન રાખવામાં આવતા હવે દંડ વસુલવાનુ શરૂ થયું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








