નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં ચરસ-ગાંજાના સપ્લાયરોને કાયદાનો જાણે કોઈ ડર જ ન હોય તે રીતે ચરસ-ગાંજો ઘૂસાડી રહ્યા છે. ગુજરાતમાં કરોડો રૂપિયાનું ચરસ અને ગાંજો પકડાયાની ઘટનાઓ સામે આવતી રહે છે. પણ છેલ્લા કેટલાક દિવસોથી ક્રાઈમ બ્રાંચ (Crime Branch) ચરસ-ગાંજા બાબતે ગંભીર રીતે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. અમદાવાદ, રાજકોટ તથા સુરત જેવા મહાનગરોમાંથી કરોડો રૂપિયાનું ચરસ પકડાવા સાથે આજે સુરતના (Surat) ઇચ્છાપોર વિસ્તારમાંથી 6 કરોડ કરતાં વધુ રકમનું ચરસ (Afghani Charas) પકડાવવાની ઘટના સામે આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ઇચ્છાપોરના દરિયાકાંઠાના વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંચે એક આરોપીની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, જીતેન્દ્ર પટેલ નામનો એક યુવક અફઘાની ચરસ વેચવાની ફિરાકમાં છે. બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે દામકા ગામ બ્રાહ્મણ તરફ જતાં રોડ પાસેથી બાઈક પર કોથળામાં ચરસ લઈને જઈ રહેલા જીતેન્દ્ર પટેલેન ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્રાંચે આરોપીની પૂછપરછ કરતાં આરોપીએ જણાવ્યું કે, આરોપી માછીમારીનું કામ કરતો હતો અને થોડા સામે અગાઉ દરિયાકાંઠેથી 13 પેકેટ મળી આવ્યા હતા. આરોપીએ તે ત્રણ પેકેટ ખોલીને જોતાં પેકેટમાં અફઘાન ચરસ હતું. જેથી આરોપીએ તેર પેકેટ ત્યાં જ માટીમાં સંતાડી દીધા હતા. આરોપીને પૈસાની લાલચ જાગતા મળી આવેલ અફઘાન ચરસ વેચવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીને આધારે આરોપી કોઈને ચરસ વેચે તે પહેલા જ ઝડપાઈ ગયો હતો.
આ મામલે ડીસીપી રૂપલ પટેલે જણાવ્યું હતું કે, જીતેન્દ્ર જગદીશભાઈ નામનો એક યુવક અફઘાન ચરસ વેચાવની ફિરાકમાં છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા વોચ ગોઠવી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં ડીસીપી રૂપલ પટેલે કહ્યું કે, એસોજીએ અગાઉ પણ આ કાંઠેથી બે વાર ચરસ ઝડપ્યું છે. હાલ પકડાયેલ ચરસ અને અગાઉ પકડાયેલ ચરસ એક જ છે કે કેમ તે અંગેની તપાસ ચાલી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, આરોપીને જે 13 પેકેટ મળી આવ્યા હતા તે અંગેની જાણ પોલીસને કરવાને બદલે પૈસાની લાલચમાં આવી આરોપી ચરસ વેચવા નીકળ્યો છે. કોઈને પણ જ્યારે આવી કોઈ ગેરકાયદેસર વસ્તુ મળી આવે ત્યારે તે અંગે પોલીસઅને જાણ કરવાની હોય છે. જો કે આરોપીએ સંતાડી રાખેલ ચરસ કોઈને વેચે તે પહેલા જ ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ આવી ગેરકાયદેસર વસ્તુ સંતાડીને રાખશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોપી સામે એનડીપીએસ મુજબનો ગોનો નોંધવામાં આવ્યો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








