Friday, June 5, 2026
HomeGujaratSuratપોલીસ જ લાંચ માગશે તો લાંચખોરોને તો જલસા પડી જશે, ACBના છટકામાં...

પોલીસ જ લાંચ માગશે તો લાંચખોરોને તો જલસા પડી જશે, ACBના છટકામાં PSI લાખોની લાંચ લેતા ઝડપાયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: ACB Trap in Surat: દેશમાં અને ગુજરાતમાં લાંચ માગવી અને આપવી એક સામાન્ય બાબત બની ગઈ છે. લાંચ માગતા લાંચખોરોને નાથવા એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) સતત કાર્યરત છે. રોજ બરોજ સરકારી કર્મચારીઓ દ્વારા લાંચ માગવાની ઘટનાઓ સામે આવે છે, પણ જો પોલીસ કર્મચારી દ્વારા જ લાંચ માગવામાં આવે તો ફરિયાદ કોના માટે કરવી તે પણ એક સવાલ છે. ત્યારે સુરતના (Surat) પોલીસ સબ ઈન્સ્પેકટર લાખોની લાંચ (Bribe) લેતા પકડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સુરત શહેરના ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ડી. કે. ચોસલા નામના કર્મચારી પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. ઉતરાણ પોલીસ સ્ટેશનના એક સાહેદ દ્વારા કોઈ બાબતે સામાન્ય અરજી કરવામાં આવી હતી. PSI તથા તેમના બે સાગરીતો દ્વારા ટ્રાવેલ કંપનીના માલિક પાસે 10 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. તથા 10 લાખ રૂપિયા આપવામાં નહીં આવે તો જે અરજદારે અરજી કરી હતી તે સાહેદને કોઈ ખોટા કેસમાં ફસાવવાની ધમકી પોલીસ સબ ઈન્સ્પેકટર ડી. કે. ચોસલા દ્વારા આપવામાં આવી હતી. અરજદાર લાંચ આપવા માગતા ન હતા. જેથી તેમણે તાત્કાલિક ACBને આ બાબતે જાણ કરી હતી. ACBએ છટકું ગોઠવતા પોલીસ સબ ઈન્સ્પેકટર વતી લાંચ સ્વીકારવા આવેલ વાંચેટીયાની ACB દ્વારા ધરપકડ કરવામાં આવી છે, જ્યારે પોલીસ સબ ઈન્સ્પેકટર ડી. કે. ચોસલા ફરાર થઈ ગયા હતા. ACP પી. એચ. ભેસાણિયાએ કહ્યું કે, ફરિયાદી પાસેથી PSI ચોસલા સાથે થયેલ વાતચીતના રેકોર્ડિંગ્સના પુરાવા એકત્ર કરી તપાસ કરવામાં આવી રહી છે. ACBએ PSI સામે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખુદ પોલીસ ઈન્સ્પેકટર દ્વારા જ લાખોની લાંચ માગવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, 10 દિવસ અગાઉ પણ સુરત શહેરના ઉમરપાડા શહેરમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારી પણ 50 હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. પ્રોહિબિશનના કેસમાં નામ ન ખોલવાની બાબતે હેડ કોન્સ્ટેબલ પ્રફુલ પટેલ દ્વારા લાંચ માગવામાં આવી હતી.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular