નવજીવન ન્યૂઝ. સુરત: ગુજરાતમાં બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ સતત સામે આવી રહી છે. તેવામાં સુરતમાં બાળકીને ગુડ ટચ અને બેડ ટચ ની જાણ હોવાથી વધુ એક દુષ્કર્મની ઘટના બનતા પહેલા જ હવશખોરનો પર્દાફાશ થઈ ગયો હતો. બાળકીએ તેની સાથે બનેલી ઘટના માતાને કહેતા માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે પોલીસે ગણતરીની મિનિટોમાં જ હવશાખોરને પકડી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતનાં ડિંડોલી વિસ્તારમાં પરિવાર સાથે રહેતી બાળકીને ઘર પાસે આવેલી નવયુગ હોસ્પિટલનાં સિક્યુરિટી ગાર્ડ સંદીપ પુરૂષોતમ પટેલ આવતા જતા ચોકલેટ આપતો હતો. સિક્યુરિટી ગાર્ડ બાળકીને ચોકલેટ આપવાના બહાને પોતાની સાથે લઇ ગયો હતો અને એકલતાનો લાભ લઇ બાળકી સાથે શારીરિક અડપલાં શરૂ કર્યા હતા.
આ બાળકીને પહેલેથી જ ગુડ ટચ અને બેડ ટચ અંગેની જાણકારી આપવામાં આવેલી હોવાથી આ બાળકી હવસખોરથી બચીને ભાગી છૂટી હતી. ત્યાર બાદ બાળકી ઘરે પહોંચીને રડવા લાગી હતી. જેથી માતાને અંદાજ આવી ગયો હતો કે બાળકી સાથે કોઈ ઘટના બની છે. જેથી માતાએ બાળકીને રડવા અંગે પૂછતાં બાળકીએ કહ્યું હતું કે ‘ચોકલેટવાલે અંકલ હે ના, ઉસને મેરે સાથ ગંદા ગંદા ખેલા’વો અંકલ મુઝે બુલાયા ઔર હોસ્પિટલ મે લેકે ગયા ફીર ઉસને બોલા ઈધર લેટ જાઓ, ત્યારબાદ બાળકી સુઈ જતા હવશખોરે એકલતાનો લાભ લઈ કપડા ઉતારી બાળકી સાથે હોસ્પિટલના રૂમમાં શારીરિક અડપલા કર્યા હતા.
બાળકી સાથે બનેલા બનાવ અંગે માતા તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી બનાવ અંગેની જાણ કરી સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી . માતાની ફરિયાદના આધારે સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ છેડતી અને પોક્સો એકટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કાર્યવાહી હાથ ઘરી હતી.
![]() |
![]() |
![]() |











