Sunday, May 31, 2026
HomeGeneralઅમદાવાદ: PSIનું પેપર ફૂટયાનો આક્ષેપ, ઉમેદવારોના પેપર અને કોલલેટર પાછા લઈ લેતા...

અમદાવાદ: PSIનું પેપર ફૂટયાનો આક્ષેપ, ઉમેદવારોના પેપર અને કોલલેટર પાછા લઈ લેતા હોબાળો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં ફરી એકવાર પેપર ફૂટયું હોવાનો આક્ષેપ વિધાર્થીઓએ કર્યો છે. અમદાવાદની ગીતા હાઈસ્કૂલના ઉમેદવારોએ હોબાળો મચાવીને પેપર ફૂટયાનો આરોપ લગાવ્યો છે. પરીક્ષા પૂર્ણ થતાં પેપર અને કોલલેટર પાછા લઈ લીધા હોવાનો ઉમેદવારોએ આરોપ મૂક્યો છે. ઉલ્લેખનીય છે કે 2014થી અત્યાર સુધી અવારનવાર પરીક્ષામાં છબરડા થતાં હોવાનું સામે આવી રહ્યું છે.

સમગ્ર બાબતે લાંભા વિસ્તારમાં આવેલી ગીતા હાઇસ્કૂલના આચાર્યએ જણાવ્યુ હતું કે સુપરવાઇઝરની દેખરેખ હેઠળ લેવાયા હતા. અમે SOP મુજબ કામગીરી કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે SOP દરેક શાળા માટે એક સરખી હોય છે અને તે જ પ્રકારે પાલન કરવામાં આવતું હોય છે ત્યારે શા માટે ગીતા હાઇસ્કૂલમાં SOP બદલાઈ ગઈ ?

- Advertisement -



આજે ગુજરાતભરમાં 312 કેન્દ્રો પર PSIની પરીક્ષા યોજાઇ હતી. 96 હજાર જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. ગુજરાતમાં પહેલીવાર PSIની પરીક્ષા માટે મોબાઈલ ઝામર લગાવ્યા હતા. પ્રશ્નપત્ર બહાર કોઈને મોકલી ન શકાઈ તે માટે થઈને ઝામરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular