Tuesday, June 23, 2026
HomeGeneralસુરતની ભેજાબાજ બંટી-બબલીની જોડીએ કંપનીના લાખો રુપિયા ચાઉં કર્યા

સુરતની ભેજાબાજ બંટી-બબલીની જોડીએ કંપનીના લાખો રુપિયા ચાઉં કર્યા

- Advertisement -

નવજીવન. સુરતઃ સુરતમાં બંટ-બબલીની જોડીએ કંપનીનું લાખોનું ફુલેકુ ફેરવી દીધુ છે. શેરબજારની ઓફિસમાં ડિજિટલ પેમેન્ટનો બારકોડ બદલીને ભેજાબાજ જોડી પૈસા પડાવી લેતા હતા. જો કે ભાંડો ફુટતા હાલ બંને જેલના સળીયા પકડવાનો વારો આવ્યો છે.

બંટી-બબલીએ શોર્ટ કર્ટ રીતે પૈસા કમાવા અનોખી તરકીબ આપવાની છે. સુરતના મોટા વરાછા વીઆઇપી સર્કલ પાસે આસ્થા સ્કેવરમાં શેરબજારની ઓફિસમાં એકાઉન્ટર તરીકે કામ કરતી યુવતીએ કંપનીના 9 લાખથી વધુનો ચૂનો લગાવી દીધો છે.

- Advertisement -

શેરબજારની ઓફિસમાં શેરની દલાલીનું કામ થતું હોવાથી મોટાભાગે ગ્રાહકો સાથે ઓનલાઈન પૈસાથી લેતીદેતી થતી હતી. જેનો ફાયદો ઉપાડી એકાઉન્ટન્ટ ખુસાલીએ પૈસા ચોરી કરવા માટે તરકીબ બનાવી હતી અને ઓફિસનો ડિજિટલ પેમેન્ટનો બારકોટ બદલીને પોતાનો બારકોટ મૂકી દીધો હતો. જેથી કંપનીમાં પૈસા જવાના બદલે પોતાના ખાતામાં પૈસા આવવા લાગ્યા હતા.



ભાંડો ત્યારે ફૂટ્યો કે જ્યારે કંપનીના માલિકે બેન્ક સ્ટેટમેન્ટ કઢાવ્યું તો માલુમ થયું કે છેલ્લા કેટલાક દિવસથી કંપનીના ખાતામાં કોઈ ટ્રાજેક્સશન થયુ જ ન હતું. જેથી માલિકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ખુશાલી બારકોડથી પૈસા મેળવીને તે પૈસા પોતાના ખાતામાંથી ફીયાન્સના ખાતામાં ટ્રાન્સફર કરી દેતી હતી. હાલ પોલીસે બંટી બબલીને ઝડપી પાડ્યા છે અને બે દિવસના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવી છે.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular