Sunday, April 19, 2026
HomeGujarat'ભાગ્ય-લક્ષ્મી' લખેલા ટ્રકે ખંભાતના એક જ પરિવારના 4 સભ્યોનું મોત લખી નાખ્યુંઃ...

‘ભાગ્ય-લક્ષ્મી’ લખેલા ટ્રકે ખંભાતના એક જ પરિવારના 4 સભ્યોનું મોત લખી નાખ્યુંઃ સુરતમાં ગંભીર અકસ્માત

- Advertisement -

નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરત જિલ્લાના પલસાણા નજીક ભારતમાળા એક્સપ્રેસ હાઈવે પર થયેલા ગંભીર અકસ્માતમાં ખંભાતના એક જ પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. પરિવાર મુંબઈથી સારવાર કરાવી પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

કેવી રીતે બન્યો અકસ્માત

પ્રાથમિક માહિતી મુજબ, હાઈવે પર એક ટેમ્પો ટાયર ફાટવાના કારણે રસ્તા પર ઉભો હતો. પાછળથી આવી રહેલી ઈકો કાર ધડાકાભેર ટેમ્પાના પાછળ અથડાતા અકસ્માત સર્જાયો હતો. અથડામણ એટલી જોરદાર હતી કે કારમાં બેઠેલા લોકોને બચવાનો મોકો જ મળ્યો નહોતો.

- Advertisement -
ખંભાતના પરિવાર પર આફત

મૃતકો ખંભાતના કાદરપુરા મહોલ્લાના દાઉદી વ્હોરા સમાજના હોવાનું સામે આવ્યું છે. એક જ પરિવારના ચાર સભ્યોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. નજીકના સગા-સંબંધીઓમાં આ ઘટનાને લઈને ભારે આઘાત જોવા મળી રહ્યો છે.

પોલીસની કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અરેરાટીનો માહોલ

આ ઘટનાથી ખંભાત પંથકમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. એક જ પરિવારના ચાર સભ્યોને ગુમાવવાની ઘટના લોકો માટે અતિ દુઃખદ બની છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular