નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરત આર.ટી.ઓ.ના લાંચીયા અઘીકારીની માનવામાં ન આવે તેવી ઘટના પ્રકાશિતમાં આવી છે. બારડોલી આર.ટી.ઓ. કચેરીના મોટર વ્હીકલ ઇન્સપેકટર વર્ગ-ર અને ખાનગી વ્યક્તિ ફરિયાદી પાસેથી ફોર વ્હીલ ગાડીનુ લાયસન્સ મેળવવાની ટેસ્ટમાં પાસ કરવા માટે દોઢ લાંખની લાંચ માગી હતી.
માહિતી અનુસાર, ફરીયાદી પોતાની મોટર ડ્રાઇવીંગ સ્કુલ ચલાવે છે. ફરીયાદી અરજદારોને મોટર ડ્રાઇવીંગ તાલીમ આપી લાયસન્સ મેળવવા ફોર વ્હીલ ગાડીના ટેસ્ટ માટે બારડોલી આર.ટી.ઓ. કચેરી ખાતે ગયા હતા. તે દરમિયાન મોટર વ્હીકલ ઇન્સપેકટર વર્ગ-ર અમિત રામપ્યારે યાદવએ ફરીયાદી પાસે અરજદારોને ડ્રાઇવીંગ ટેસ્ટમાં પાસ કરી લાયસન્સ કાઢી આપવાના કામ માટે રૂ.૧,૫૦,૦૦૦ની માંગણી કરી હતી. આ લાંચની રકમ નીકુંજકુમાર નરેશભાઇ પટેલ આર.ટી.ઓ. એજન્ટ (ખાનગી વ્યકિત)ને આપી દેવા જણાવ્યું હતું. ફરીયાદીએ ખાનગી વ્યક્તિને વાત કરી લાંચની રકમ ઓછી કરવા જણાવતાં રકઝકના અંતે રૂ.૧,૦૦,૦૦૦ લાંચ લેવા સંમત થયેલા.
ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરીયાદ કરી હતી. ફરીયાદીની ફરીયાદ આધારે એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યુ હતુ. છટકા દરમિયાન આરોપી અમિત રામપ્યારે યાદવ તથા આરોપી નીકુંજકુમાર નરેશભાઇ પટેલએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ અમિતના કહેવાથી આરોપી નીકુંજકુમારએ ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૧,૦૦,૦૦૦ની માંગણી કરી સ્વીકારતા પકડાઇ ગયા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











