Thursday, April 23, 2026
HomeEducation NewsUGC ચેરમેનની મોટી જાહેરાત: વિદ્યાર્થીઓ હવે એક સાથે બે ફૂલ ટાઈમ ડિગ્રી...

UGC ચેરમેનની મોટી જાહેરાત: વિદ્યાર્થીઓ હવે એક સાથે બે ફૂલ ટાઈમ ડિગ્રી કોર્સ કરી શકશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: UGC(University Grants Commission) દ્વારા એક અગત્યનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ નિર્ણય મુજબ હવે UGC અંતર્ગત આવતી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ હવે એક સાથે ફિઝિકલ ફોર્મમાં બે ફૂલ ટાઈમ ડિગ્રી પ્રોગ્રામમાં ભાગ લઈ શકશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના અધ્યક્ષ એમ જગદીશ કુમારે આજે આંગે જાહેરાત કરી હતી. આ અંગે વધુ વિગતો UGC દ્વારા ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે.



UGC અધ્યક્ષ એમ જગદીશ કુમારે જણાવ્યુ હતું કે, “વિદ્યાર્થીઓએ હવે એક જ સમયે બે ફૂલ ટાઈમ ડિગ્રી કોર્સ કરી શકશે આ અંગે નવી નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન (NEP)માં જાહેરાત કરવામાં આવી હતી, અને વિદ્યાર્થીઓએ આના માટે તૈયાર થવું પડશે. આ પોલિસી મુજબ હવે વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી કોર્સ કરી શકે તેના માટે UGC દ્વારા મંજૂરી આપવામાં આવી છે.”

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “નવી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં જાહેર કર્યા મુજબ વિદ્યાર્થીઓને હવે એક કરતાં વધારે કૌશલ્યો મેળવવા માટે UGC નવી માર્ગદર્શિકા લાવી રહ્યું છે, જેથી હવે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ એક સાથે બે ફૂલ ટાઈમ ડિગ્રી કોર્સ એક સાથે કરી શકશે. વિદ્યાર્થીઓ આ કોર્સ એક જ અથવા તો અલગ અલગ યુનિવર્સિટીમાથી કરી શકશે.”



આ વર્ષે ફેબ્રુઆરીમાં એમ જગદીશ કુમારને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જ્યારથી તેમણે અધ્યક્ષ પદ સંભાળ્યું છે ત્યારથી તેઓ નવી નવી જાહેરાતો કરી રહ્યા છે. આ પહેલા તેમણે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ (સીયુઈટી)ની જાહેરાત કરી હતી. આ ટેસ્ટ દ્વારા સેન્ટ્રલ યુનિવર્સિટીઓએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટમાં મેળવેલા માર્ક્સનો ઉપયોગ વિદ્યાર્થીઓને અંડરગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ માટે કરવાનો રહેશે. તે માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular