Friday, April 24, 2026
HomeGujaratSuratસુરત: કાર પર કીચડ નાખી લૂંટ કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો, ફિલ્મની...

સુરત: કાર પર કીચડ નાખી લૂંટ કેસમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો, ફિલ્મની સ્ક્રિપ્ટ જેવી કહાની

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરતઃ સુરતમાં મંગળવારે ફિલ્મી સ્ટાઈલમાં 55 લાખની લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જોકે આજે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે પકડેલા આરોપી બીજુ કોઈ નહીં પણ ફરિયાદી હોવાનું જ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. ફરિયાદીએ ફિલ્મ સ્ક્રિપ્ટને પણ ટકર મારે તેવી ફરિયાદ પોલીસ સામે જણાવી હતી. પરંતું પોલીસને શંકા જતા ઉલટ તપાસમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો હતો.

સુરતમાં મંગળવાર સાંજના સમયે વેસુ વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીને શિકાર બનાવીને લૂંટ ચલાવવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ ચોંપડે નોંધાઈ હતી. ફરિયાદ અનુસાર વેપારી ધંધાકીય કામ માટે પોતાના બે મિત્રો સાથે 55 લાખ લઈને મોડી સાંજે ડીંડોલી ચલથાણ કેનાલ હાઈવે પરથી કડોદરા તરફ કાર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ડીંડોલીથી નજીક બે અજાણ્યા વ્યક્તિ મોટરસાયકલ લઈને તેમની કારનો પીછો કરી કારની આગળ આવીને કારના કાચ તરફ કીચડ ફેંક્યું હતું. ત્યારબાદ નજર ચૂકવીને બેગ લઈને ફરાર થઈ ગયા હતા.

- Advertisement -

બનાવના પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસે અલગ-અલદગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. પોલીસે બનાવના આસપાસના સીસીટીવી કેમેરા તથા રૂટની તપાસ કરતા પોલીસને હકીકત કંઈક અલગ લાગી રહી હતી. જેથી પોલીસે ફરિયાદીની સઘન પુછપરછ કરતાં વટાણા વેરી દીધા હતા અને ગુન્હાની કબુલાત કરી હતી.

પોલીસ પુછપરછમાં સામે આવ્યું હતું કે, વેપારી અંકિત શશીકાંત કાનોડીયાએ પોતાના મામાના દિકરા આશીષ ઓમપ્રકાશ ગુપ્તા સાથે વોટરજેટ મશીનરી નાખી ભાગીદારીમાં ટેક્ષટાઈલનો ધંધો શરૂ કરવાનું નક્કી કર્યું હતું. જેના માટે અરવીંદ પટેલ નામના વ્યક્તિ સાથે મળી કડોદરા ખાતે ગાર્ડન મીલ નજીકમાં જગ્યા ખરીદી હતી. જગ્યા માટેના 55 લાખ અરવીંદ પટેલને આપવાના હતા. જેથી 10 લાખ અભય 20 લાખ આશીષ દ્વારા મોકલવામાં આવ્યા હતા અને 25 લાખ ફરિયાદીને આપવાના હતા. પરંતું ફરિયાદી જોડે પૈસાની સગવડ ન થતાં પોતાના મિત્ર મો. ઉમર મોહંમદ યુસુફ શેખ અને ઈમરાન પઠાણ સાથે લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો.

પ્લાનિંગ કરતા પહેલા તેઓએ ડીંડોલી કેનાલ રોડથી મધુરમ સર્કલ ચલથાણ રોડ રેકી કરીને સી.સી.ટી.વી ન હોય તેવી જગ્યા નક્કી કરીને ગાડીના કાચ પર કીચડ ફેંકીને ગાડીમાંથી રૂપિયા લઈને ફરાર થઈ ગયા હોવાનો સ્ટન્ટ કર્યો હોવાની કબુલાત કરી હતી. ઉપરાંત પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ગાડીમાં રકમ ભરેલી કોઈ બેગ હતી જ નહીં, પાર્ટનર દ્વારા આપવામાં આવેલી રકમ વેપારી ઘરે મુકીને આવ્યો હતો. પોલીસે તેના ઘરેથી 30 લાખની રકમ પણ જપ્ત કરી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular