Friday, April 24, 2026
HomeGujaratમોદીને જે શબ્દો ગોપાલ ઇટાલિયાએ કહ્યા એ જ શબ્દો ભાજપે ગોપાલ ઇટાલિયા...

મોદીને જે શબ્દો ગોપાલ ઇટાલિયાએ કહ્યા એ જ શબ્દો ભાજપે ગોપાલ ઇટાલિયા માટે વાપર્યા, જાણો શું કહ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીનો રંગ હવે ધીમે ધીમે જામી રહ્યો છે. ગુજરાતની ચૂંટણીમાં આ વખતે ત્રિકોણિયો જંગ ખેલાવવાનો છે, ત્યારે ભાજપ અને આમ આદમી પાર્ટી સામસામે આવી ગયા છે. જેના પ્રમાણમાં ગુજરાત કોંગ્રેસ ઓછો આક્રમક જોવા મળી રહ્યો છે. થોડા દિવસ અગાઉ ગુજરાત ભાજપ દ્વારા એક જૂનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા PM મોદીને કેટલાક અયોગ્ય શબ્દોથી સંબોધી રહ્યા હતા.

આ વીડિયો વાયરલ થયા બાદ ભારતીય મહિલા આયોગે ગોપાલ ઇટાલિયાને સમન્સ પાઠવ્યું હતું, જેનો જવાબ આપવા માટે આજે ગોપાલ ઇટાલિયા દિલ્હી ગયા તે સમયે દિલ્હી પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી છે. જોકે દિલ્હી પોલીસનું કહેવું છે કે કેટલાક મુદ્દાઓ અંગે પૂછપરછ કરવા માટે ગોપાલ ઇટાલિયાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા થોડી વારમાં તેમને છોડી દેવામાં આવશે.

- Advertisement -

હવે આજે ગુજરાત ભાજપના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં તે જ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે અગાઉના વીડિયોમાં ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં ગોપાલ ઇટાલિયા PM મોદીના માતા હિરાબાનો પણ ઉલ્લેખ કરે છે, પરંતુ અહિયાં આશ્ચર્યની વાત એ છે કે ગુજરાત ભાજપે આજે જે વીડિયો ટ્વિટ કર્યો તેના ઉપર જે લખાણ લખવામાં આવ્યું હતું તેમાં ગોપાલ ઇટાલિયા માટે પણ તે જ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જે શબ્દ માટે ભાજપ ગોપાલ ઇટાલિયાની ટીકા કરી રહ્યા છે તે શબ્દનો ઉપયોગ હવે ભાજપ પણ કરે છે તો શું હવે ભારતીય મહિલા આયોગ ગુજરાત ભાજપ અને તેમની સોશિયલ મીડિયા ટીમ સામે પણ પગલાં લેશે કે નહીં? કે પછી માત્ર સત્તાની સામે બોલવા વાળા લોકો સામે જ મહિલા આયોગ પગલાં લે છે તે ચર્ચાનો વિષય બની ગયો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular