India was on Osama bin Laden hit list before the 9/11 attacks : અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર 1 સપ્ટેમ્બર, 2001 ના રોજ થયેલો એટેક (World Trade Center Terrorist Attacks) ઇતિહાસમાં વિશ્વનો સૌથી મોટો આતંકવાદી હુમલો છે. અમેરિકા પર થયેલા હુમલા પહેલાં ઓસામા બિન લાદેને (Osama bin Laden) ભારતને ટાર્ગેટ કર્યું હતું. ભારત ઉપરાંત અન્ય દેશોમાં પાકિસ્તાન, ઇજિપ્ત, કુવૈત, સાઉદી અરેબિયા, યમન અને યુગાન્ડા પણ તેના નિશાના પર હતા. Central Intelligence Agency એ શુક્રવારે બિન લાદેન સંબંધિત 70 થી વધુ રાષ્ટ્રપતિ ગુપ્તચર માહિતી બ્રીફ્સ જાહેર કરી હતી. જેમાં નાઇજીરીયાનો પણ સંભવિત નિશાન તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વર્ષ 2001 માં ન્યૂયોર્ક શહેરમાં આવેલા ટ્વીન ટાવર્સ પર થયેલા 9/11 આતંકી હુમલાની 25મી વર્ષગાંઠ પર CIA એ 100 પાનાથી વધુની માહિતી ધરાવતા દસ્તાવેજ જાહેર કર્યા છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાથે ઇંધણથી છલોછલ ભરેલા વિમાનને અલ-કાયદા (Al-Qaeda) ના આતંકીએ ટકરાવી દેવાતા તે સંપૂર્ણપણે નાશ પામ્યા હતા અને હજારો લોકો માર્યા ગયા હતા. યુએસ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA) દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં કેટલીક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. ગત શુક્રવારે CIA એ બિન લાદેન સંબંધિત 70થી વધુ રાષ્ટ્રપતિ ગુપ્તચર માહિતી પ્રકાશિત કરી છે.
28 ઓગસ્ટ, 1998 ના રોજ રાષ્ટ્રપતિના બ્રીફમાં જણાવાયું હતું કે બિન લાદેન ભારત સહિત અનેક દેશો પર હુમલો કરવા માગતો હતો. મેમોમાં ઉલ્લેખિત અન્ય દેશોમાં (જેની કેટલીક વિગતો છુપાવવામાં આવી છે) પાકિસ્તાન, ઇજિપ્ત, કુવૈત, સાઉદી અરેબિયા, યમન, યુગાન્ડા અને “કદાચ” નાઇજીરીયાનો સમાવેશ થાય છે. “બિન લાદેનનું આતંકવાદી નેટવર્ક એક ખતરો છે” શીર્ષકવાળા દસ્તાવેજમાં માહિતીનો સ્ત્રોત છુપાવવામાં આવ્યો છે. તેમાં ભારતમાં કોઈ ચોક્કસ સ્થળ, હુમલાની તારીખ અથવા ચોક્કસ યોજનાનો ઉલ્લેખ નથી.
રિપોર્ટમાં જણાવાયું છે કે, અફઘાનિસ્તાનમાં અલ-કાયદાના ઠેકાણાઓ પર યુએસ મિસાઇલ હુમલાના થોડા કલાકો પહેલા બિન લાદેન અમેરિકા અને બ્રિટન સામે વધુ હુમલાઓની યોજના બનાવી રહ્યો હતો. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અલ-કાયદા ઓછામાં ઓછા 60 દેશોમાં મોટા હુમલાઓની યોજના બનાવી રહ્યું હતું.








