Tuesday, March 17, 2026
HomeGeneralChinese Hub માં કરોડોના સાયબર ફ્રોડ માટે ભારતથી યુવકોને લઈ જતી ટોળકીનો...

Chinese Hub માં કરોડોના સાયબર ફ્રોડ માટે ભારતથી યુવકોને લઈ જતી ટોળકીનો પર્દાફાશ

- Advertisement -

ચાઈનીઝ ગેંગ માટે ભારતથી યુવકોને વિદેશ લઈ જતી ટોળકીનો સ્ટેટ સાયબર સેલે કર્યો પર્દાફાશ

દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં બેસીને ફિશિંગ, ક્રિપ્ટો સ્કેમ, પોન્ઝી સ્કેમ, ડેટિંગ એપ, ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ સહિતના Cyber Crime કરતી ટોળકીનો પર્દાફાશ સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સે કર્યો છે. CID Cyber Crime Police Station ખાતે ચાર ગુજરાતી યુવકો સામે નામ જોગ ફરિયાદ નોંધવામાં આવી છે. છેલ્લાં બેએક વર્ષમાં સુરતનો કૌશિક પેથાણી, ધ્રુવ ડોબરીયા, ચેતમન સોની અને મનિષ ભાનુશાળી Cambodia, Myanmar, Laos and Thailand ખાતેથી કરોડો રૂપિયાની છેતરપિંડીનું રેકેટ ચલાવાતા હતા.

સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સના પીએસઆઈ હિરેન બારોટે સરકાર તરફે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, Indian Cybercrime Coordination Centre તરફથી મળેલા ડેટાના આધારે મળેલી માહિતી બાદ 4 ગુજરાતી શખસોની ઓળખ કરવામાં આવી હતી. વિદેશમાં ઉંચા પગારે નોકરીની લાલચ આપી અંગ્રેજીના જાણકાર યુવકોને થાઈલેન્ડ, મ્યાનમાર, લાઓસ અને કંબોડીયા ખાતે લઈ જવા માટે ગુજરાતની ટોળકી કામ કરતી હતી. વર્ષ 2024માં કૌશિક પેથાણીએ તેના સંપર્કવાળા હીરેન બાબરીયાને વાત કરતા હીરેને તેના સાળા ધ્રુવ ડોબરીયાને જાન્યુઆરી-2025માં ડેટા એન્ટ્રી માટે 30 હજાર થાઈબાથના પગારથી થાઈલેન્ડ મોકલ્યો હતો. ધ્રુવ ડોબરીયા મ્યાનમાર પહોંચ્યો તે પછી તેણે ફેસબુક પર છોકરીની પ્રોફાઈલ બનાવી અમેરિકન નાગરિકોને જાળમાં ફસાવતો (Trapped US Citizens) હતો. પોલીસ તપાસમાં ધુ્રવ ડોબરીયાના મોબાઈલ ફોનમાંથી 6 ભારતીય લોકોના પાસપૉર્ટના ફોટો મળી આવ્યા હતા. જેમાં મહારાષ્ટ્રના 4 અને ગુજરાત-હરિયાણાના 1-1 શખસો છે. ધ્રુવ ડોબરીયાએ ચાઈનીઝ હબ (Chinese Hub)માં કામ શરૂ કર્યાના થોડાક સપ્તાહોમાં પ્રકાશ અને સ્વંય ઝાલાવાડીયાને અનુક્રમે મ્યાનમાર તથા કંબોડીયા ખાતે લઈ ગયો હતો. મનિષ ગોસ્વામી અને કેપી નામના બે શખસોનું અંગ્રેજી સારૂં નહીં હોવાથી તેમને Chinese Gang એ નોકરી આપી ન હતી. કંબોડીયા સરકારે થોડાક મહિના અગાઉ દરોડાની કાર્યવાહી આરંભતા ધ્રુવ ડોબરીયા મહારાષ્ટ્રના એક શખસને લાઓસ ખાતે લઈ ગયો હતો.

- Advertisement -

ફરિયાદમાં જણાવ્યાનુસાર ધ્રુવ ડોબરીયાના હાથ નીચે 20 શખસો છેતરપિંડીનું નેટવર્ક ચલાવતા હતા. ચાઈનીઝ ગેંગ મહિને 700 અમેરિકન ડૉલર તેમજ છેતરપિંડી આચરી મેળવવામાં આવેલી રકમ પૈકી 6 ટકા કમીશન પેટે ધ્રુવને ચૂકવતા હતા. જ્યારે ધ્રુવનો બનેવી હીરેન બાબરીયા છેતરપિંડીની રકમ સગેવગે કરવા માટે ગુજરાતમાં બેસીને ભાડાના બેંક એકાઉન્ટો થકી સમગ્ર કામગીરી સંભાળતો હતો. સીઆઈડી સાયબર ક્રાઈમની ટીમે ફરિયાદમાં આરોપી દર્શાવેલા શખસોની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યો છે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular