Tuesday, March 17, 2026
HomeGujaratAhmedabadSmart City અમદાવાદમાં કચરાનો પહાડ 6 વર્ષે પણ AMC નથી હટાવી શકી

Smart City અમદાવાદમાં કચરાનો પહાડ 6 વર્ષે પણ AMC નથી હટાવી શકી

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : Gujarat High Court અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (NGT)ના સ્પષ્ટ આદેશ છતાં પણ અમદાવાદ શહેરની કચરા માટેની સૌથી વિશાળ ડમ્પિંગ સાઈટને દૂર કરી શકી નથી. એકદમ ધીમી ગતિએ ચલાતી કામગીરીના કારણે 6 વર્ષ બાદ 50 ટકા કામગીરી પૂરી થઈ શકી છે. રહેણાંક વિસ્તારો તરફ કચરાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બૉર્ડે (GPCB) અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ને શોકોઝ નોટિસ ફટકારી છે.

ખાસ્સો એવો મોટો અને ઉંચો પીરાણાનો કચરાનો ઢગ અમદાવાદના પહાડ તરીકે ઓળખાય છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર કચરાનો આ વિશાળ પહાડ વર્ષ 2021માં જ દૂર થવો જોઈતો હતો. જો કે, કોર્ટના આદેશને છ વર્ષ વીતી ગયાં છતાં પચાસ ટકા કામગીરી પૂર્ણ થઈ છે. સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે, તંત્રએ પીરાણા રોડ તેમજ નેશનલ હાઈવે તરફનો કચરાનો પહાડ દૂર કર્યો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ-2016નું પાલન કરવામાં આવતું નથી. AMC દ્વારા હજુ પણ રહેણાંક વિસ્તારો નજીક કચરો નાંખી રહ્યું છે. રહેણાંકથી 200 મીટરનો વિસ્તાર કચરાથી ખાલી કરાવી નિયમોનું પાલન કરવા અનેક વખત તંત્રને રજૂઆત કરાઈ છે. લેન્ડફીલ સાઈટ દૂર કરવા વર્ષ 2017માં ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હીતની અરજી કરવામાં આવી હતી. વર્ષ 2019માં અદાલતે એક વર્ષમાં પીરાણા ડમ્પિંગ યાર્ડ (Pirana Dumping Yard) ખાલી કરાવવા આદેશ આપ્યો હતો. આજે છ વર્ષ થયા છતાં તંત્ર ગોકળગતિએ કામ કરી રહ્યું છે અને રહેણાંક વિસ્તારની સમસ્યાનો હલ લાવતું નથી.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular