Friday, December 1, 2023
HomeGujaratભિલોડામાં MLAના પત્નીને મોઢામાં ડૂચો મારી લૂંટ, વાંકાટીંબા ગામમાં રાત્રીના સુમારે બે...

ભિલોડામાં MLAના પત્નીને મોઢામાં ડૂચો મારી લૂંટ, વાંકાટીંબા ગામમાં રાત્રીના સુમારે બે બુકાનધારી લાખ્ખોની ચોરી કરી ફરાર

- Advertisement -

જય અમિન (નવજીવન ન્યૂઝ. અરવલ્લી): ગુજરાતમાં જેવી રીતે ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, તે જોતાં ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય ટેવ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે આજે ગુજરાતનાં શાસક પક્ષના MLAના ઘરમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. અરવલ્લી (Aravalli) જિલ્લાના ભિલોડા (Bhiloda) તાલુકામાં તસ્કરોએ પૂર્વ IPS અને BJPના MLAના ઘરને નિશાન પર લીધું હતું અને ભિલોડાના ધારાસભ્ય પી. સી. બરંડાના ઘરે લૂંટ (Loot) આચરી હતી. ધારાસભ્યના પત્નિ ઘરે એકલા હતા અને તેમને ઘરમાં જ બંધક બનાવીને તસ્કરોએ લૂંટ આચરી હતી. ઘટનાને પગલે પોલીસનો કાફલો ધારાસભ્યના ઘરે પહોંચ્યો છે. SP શૈફાલી બારવાલે મીડિયાને જણાવ્યું હતું કે, બે શંકાસ્પદોને ઝડપીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમજ મળેલી વિગતોને આધારે પોલીસની ટીમો પણ તપાસ માટે રવાના કરવામાં આવી છે.

ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ IPS અધિકારી પી. સી. બરંડા હાલ વિધાનસભા સત્ર ચાલતું હોવાથી ગાંધીનગર હતા, ત્યારે ગુરુવારે રાત્રે તેમના ઘરે બે બુકાનધારી લૂંટારુઓએ આતંક મચાવ્યો હતો અને ધારાસભ્યની પત્ની બુમાબુમ ન કરે તે માટે મોઢામાં ડૂચો મારી બેડ સાથે બાંધી દઈ ઘરમાં રહેલા જવેલરી, સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઇ જતા સમગ્ર પંથકમાં ભારે ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ભિલોડાના ધારાસભ્ય પી. સી. બરંડા ગાંધીનગર સત્ર પડતું મૂકી તાબડતોડ વતનમાં દોડી આવ્યા હતા અને પોલીસતંત્ર કામગીરી કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું

- Advertisement -

ભિલોડાના ધારાસભ્ય પી. સી. બરંડાના ઘરે ચોરી થતા સ્થાનિક પોલીસને ઘટનાની જાણ થતા જ પોલીસ અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા લૂંટ આચરનારા આરોપીઓને ઝડપી લેવા માટે થઈને અલગ-અલગ ટીમો રવાના કરવામાં આવી છે. બે શંકાસ્પદો પણ પોલીસે ઝડપી લીધા છે.

મીડિયાને ધારાસભ્યની પત્નિ ચંદ્રિકાબેન બરંડાએ જણાવ્યું હતું કે, રાત્રી દરમિયાન હું સુતી હતી એ દરમિયાન અવાજ થતા જાગીને પડદો ખોલીને ઘરમાં જોયુ પણ કંઈ લાગ્યુ નહીં. આ ઘટના લગભગ પોણા ત્રણ વાગ્યાના આસપાસ બની હતી. તેઓએ મોંઢામાં ડૂચો મારી દઈને હાથ અને પગ બાંધી દીધા હતા. આમ મને બાંધી દઈને લૂંટ આચરી હતી.

આગળ કહ્યું હતું કે, ઘરમાં રાખેલ જ્વેલરી, સોનાના સેટ, વિંટી અને રોકડ રકમની ચોરી બે વ્યક્તિઓએ કરી હતી. ઘટનાને પગલે હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા વિસ્તારમાં અલગ-અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

TAG: Aravalli Loot, Bhiloda MLA PC Baranda, Bhiloda MLA House Loot Case

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular