નવજીવન ન્યૂઝ. ડીસા: ડીસામાં સ્પેશયલ 26 ફિલ્મ (Special 26 Film)ની ઢબે લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી છે. લૂંટારાએ ફિલ્મી ઢબે જૂના ડીસા(Deesa News)ના સોના-ચાંદીના આભૂષણની દુકાન ધરાવતા વેપારીના ઘરે ત્રાટકી લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે.
દાગીના અને રોકડની લૂંટ
ફિલ્મી ઢબે લૂંટની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે બનાસકાંઠાના જૂના ડીસામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં જૂના ડીસા ખાતેના શ્રી રામ જ્વેલર્સ નામની દુકાનના માલિકને લૂંટારાઓએ સ્પેશ્યલ 26 ફિલ્મની જેમ ત્રાટકી ચાંદી અને રોકડ મળી રૂપિયા 4.35 લાખ લૂંટી લીધી હતી.
ચેકિંગ કરવાનું છે કબાટની ચાવી આપો
ઘટનાની વિગત એવી છે કે, બનાસકાંઠાના જૂના ડીસામાં શ્રી રામ જ્વેલર્સ નામની સોના-ચાંદીની દુકાનના માલિકના ઘર પર અચાનક જ એક સ્વિફ્ટ કારમાં 5 શખ્સો ઘસી આવ્યા હતા. દુકાનમાં ઘુસી શખ્સોએ પોતાને ઈન્ક્મટેક્સના અધિકારી હોવાની ઓળખ આપી હતી. ફિલ્મની જેમ નકલી અધિકારી બની આ શખ્સોએ દુકાનદારને તપાસના નામે તરકટ કરી ડરાવ્યો હતો. બાદમાં દુકાનદારને ચેકિંગ કરાવના નામે ઘરના તમામ કબાટ અને તીજોરીની ચાવીઓ માગી હતી.
વેપારીને આખરે ખબર પડી કે…
ઘરના તમામ કબાટની ચાવી હાથ લાગતા ચેકિંગનું તરકટ કરી લૂંટારાઓ કબાટમાં રહેલી રોકડ રકમ તેમજ ચાંદીના દાગીના લઈ લીધા હતા. તમામ મુદ્દામાલ લઈ અધિકારીના સ્વાંગમાં આવેલા લૂંટારાઓ સ્થળ પરથી નાસી ગયા હતા. બાદમાં વેપારીને પોતાની સાથે છેતરપિંડી અને લૂંટ થઈ હોવાનું સમજાયું હતું. વેપારીએ આ મામલે પોલીસને તુરંત જાણ કરી ફરિયાદ નોંધાવી હતી ત્યારે આ ઘટના સામે આવી હતી. આ ઘટનાની ફરિયાદ નોંધી ડીસા તાલુકા પોલીસે તપાસ આદરી આ લૂંટની ઘટનાને અંજામ આપનારા આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








