Saturday, June 13, 2026
HomeGujaratસોમનાથનાં કાર્તિકી પૂર્ણિમા મેળામાં રાજકોટ મધ્યસ્થ જેલનાં ગરમા ગરમ ભજીયા લોકોને દાઢે...

સોમનાથનાં કાર્તિકી પૂર્ણિમા મેળામાં રાજકોટ મધ્યસ્થ જેલનાં ગરમા ગરમ ભજીયા લોકોને દાઢે વળગ્યાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સોમનાથઃ કાર્તિકી પૂર્ણિમા મેળામાં શાંતારામની રિયલ લાઈફની ફિલ્મ “દો આંખે બારહ હાથ” જેવા ઘાટ સર્જાયો હતો. સોમનાથનાં કાર્તિકી પૂર્ણિમાનાં મેળાનો ગઈ કાલથી આરંભ થઈ ગયો છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ મેળામાં રાજકોટ મધ્યસ્થ જેલનાં ભજીયા લોકો માટે હોટ ફેવરિટ રહ્યા હતા. ગુજરાત જેલના એડી. ડીજીપી કે.એલ રાવ તથા રાજકોટ મધ્યસ્થ જેલનાં અધિક્ષક બન્નો જોષીની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ તથા સોમનાથ ટ્રસ્ટના સહયોગથી સોમનાથ ખાતે યોજાયેલા કાર્તિકી પૂર્ણિમાનાં મેળામાં જેલના કેદીઓ દ્વારા ખાસ ભજીયા વેચાણનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું.

આ ભજીયા વેચાણ કેન્દ્રનું સંપૂર્ણ સંચાલન જેલવાસ ભોગવી રહેલા બંદીજનો દ્વારા જ કરવામાં આવ્યું હતું. હાલ 10 જેટલા બંદીવાનો આ વેચાણ કેન્દ્ર ઉપર કાર્યરત છે કે જેઓ ભજીયા બનાવવા, હિસાબ કિતાબ રાખવો, માલ સામાન લેવા જવું જેવા તમામ કાર્યો હથકડી કે કોઈપણ પ્રકારના બંધન વગર મુક્ત રીતે કરતા હોય છે. રાજકોટ જેલ ફેક્ટરી મેનેજર સી.એમ પરમારના જણાવ્યા અનુસાર જેલમાં સુથારી કામ, વણાટ કામ, બેકરી ઉત્પાદન વગેરે તાલીમ આપવામાં આવે છે અને આ ઉદ્યોગથી તેમને કામ મળે છે અને સરકાર દ્વારા ધોરણ મુજબ પગાર પણ મળે છે. ઉપરાંત તેઓ જેલવાસ પૂર્ણ થતાં પોતાની બાકીની જિંદગીમાં જેલમાં મેળવેલી તાલીમના કારણે નવી જિંદગીની શરૂઆત કરી શકે છે જે માટે પણ નિયમ મુજબ સરકાર આર્થિક સહાય આપવામાં આવે છે. રાજકોટ જેલર ઇન્ચાર્જ કિરણસિંહ સિસોદીયા કહે છે કે, આવા ઓપન વેચાણ કેન્દ્ર જૂના બંદીજનો અને લાંબી સજા ભોગવી હોય અને ટૂંકી સજા બાકી હોય અને વર્ષોથી જેલમાં ચાલતા વિવિધ ઉદ્યોગોમાં મહેનતથી કામ કર્યું હોય તેવા અનુભવીને સંચાલન સોંપવામાં આવે છે.

- Advertisement -

રાજકોટમાં જેઇલગેટ અને કાલાવડ રોડ ઉપર આવા વેચાણ કેન્દ્ર કાયમી ધોરણે છે. જેલમાં સજા ભોગવતા બંદીજનો ભજીયા બનાવતા, પડીકા બાંધતા, લોટ બાંધતા કે ભજીયા બનાવવાની સામગ્રી ખરીદવા ખુલ્લા મુકત રીતે જોઈને લોકોને વર્ષો પહેલાની શ્રી શાંતારામ ની ફિલ્મ “દો આંખે બારહ હાથ” રિયલ રૂપે સોમનાથનાં કાર્તિકી પૂર્ણિમાનાં મેળામાં જોવા મળી હોઈ તેવો અનુભવ થાય છે.

આભારસઃ પરાગ સંગતાણી, ગીર-સોમનાથ

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular