દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ. ગાંધીનગર): ગુજરાતમાં હાલ કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે, તેનાથી સૌ કોઈ અવગત છે. અસામાજિક તત્વો બેખૌફ બનીને અલગ અલગ ગુનાઓને અંજામ આપી રહ્યા છે અને પોલીસનો (Gujarat Police) તો જાણે કોઈ ડર જ ન રહ્યો હોય તેવી સ્થિતિ છે. પોલીસની ભૂમિકા અંગે એટલે પણ શંકા જાય કારણ કે, સામાન્ય માણસ આજે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જવાનું પસંદ કરતાં નથી. કારણ કે પોલીસ ફરિયાદી સાથે જ આરોપીઓ જેવું વર્તન કરે છે અને ફરિયાદીને હેરાન કરી દે છે.
પોલીસે પોતાની છબી સુધારવા માટે છેલ્લા કેટલાક સમયથી એક નવો રસ્તો અપનાવ્યો છે. પોલીસ હવે રિક્ન્સ્ટ્રક્શનના નામે આરોપીઓના સરઘસ કાઢે છે અને હવે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) પણ પોલીસને છૂટો દોર આપી દીધો હોય તેવું નિવેદન આપ્યું છે. ગાંધીનગરમાં (Gandhinagar) પોલીસના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, “આરોપીઓના વરઘોડા તો નીકળશે જ. પોલીસકર્મીઓને આપેલો દંડો છૂટથી વાપરવો જ જોઈએ તેવું હું જવાબદારી પૂર્વક જણાવું છું, ગુનેગારો જે ભાષા સમજે તે જ ભાષામાં ગુનેગારોને સમજાવે તેને જ પોલીસ કહેવાય.”
તો અહીં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને એ સવાલ થાય કે, શું તમને આ દેશની ન્યાય પ્રણાલી પર વિશ્વાસ નથી ? કે પછી ગુજરાતના ગુંડાઓ એટલા પહોંચેલા છે કે તેને ન્યાય પ્રક્રિયાથી કંઈ કરી શકાય તેમ નથી. વળી ગુજરાતમાં આપણે ગાંધીના ગુજરાતનાં નામે દારૂબંધી કરી દીધી છે, તો શું આ પોલીસ દ્વારા કરવામાં આવતી હિંસાને તમારે ન્યાયિક ઠેરવવી યોગ્ય છે ? કારણ કે ગાંધીનો દારુબંધીની સાથે અહિંસાના પણ પુજારી હતા અને અહિંસાના આદર્શથી તો ગાંધી ઓળખાય છે. તો જ્યારે ગૃહમંત્રી પોલીસને આવી છૂટ આપે છે તો સવાલ એ પણ થાય કે, પોલીસ કોઈ નિર્દોષ વ્યક્તિને લાંચ માટે આ રીતે ફટકારશે તો તેની જવાબદારી તમારા શીરે રહેશે ?
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796