Wednesday, February 18, 2026
HomeBusinessલાંબાગાળા માટે માળખાગત તેજીની સાયકલ પર સવાર ચાંદી ૪૦ ડોલર વટાવી ગઈ

લાંબાગાળા માટે માળખાગત તેજીની સાયકલ પર સવાર ચાંદી ૪૦ ડોલર વટાવી ગઈ

- Advertisement -

ચાર્ટના સંકેતો પણ મોટી મોમેન્ટમ તેજીના સંકેત આપે છે

સાઉદી સેન્ટ્રલ બેન્કનો ૩૦૫.૭ લાખ ડોલરના ૯,૩૨,૦૦૦ સિલ્વર ઈટીએફ શેર ખરીદવાનો ઈરાદો

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): ચાંદી બેધારી તલવાર જેવી છમ્મક છલ્લું, સટ્ટાની જાત બની ગઈ છે. ટૂંકાગાળા માટે તે જબ્બર ઉછળકૂદ કરી રહી છે, અને લાંબાગાળા માટે માળખાગત તેજીની સાયકલ પર સવાર થઇ છે. શુક્રવારે હાજર સોનું વિક્રમ ઊંચાઈએ ૪૦ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ઊંચાઈ ટચ કરી, છેલ્લો વેપાર ૩૯.૭૨ ડોલરમાં પાર પાડ્યો. જુલાઈ ૨૦૧૧ પછી આ પહેલી વખત, ચાંદીમાં સાપ્તાહ દર સપ્તાહ ૫.૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો. સોમવારે અમેરિકન બજારમાં હાજર ભાવ ૪૦.૭૨ ડોલરની ઊંચાઈ ટ્રેડ થયા. મક્કમ ઔદ્યોગિક માંગ, બજારમાં ધસી આવેલા રોકાણકારો, અને અમેરિકન ફેડરલ રીઝર્વ, વહેલા વ્યાજદર ઘટાડશે એવી એવી હવા પર સવાર થઈને ચાંદીની વર્તમાન તેજી આવી છે.

ચાંદીને જે રીતે ફંડામેન્ટલ સપોર્ટ મળ્યો છે, તેજ પ્રકારે નોંધી લેજો કે ચાર્ટના સંકેતો પણ મોટી મોમેન્ટમ તેજીના સંકેત આપે છે. છેલ્લા સતત ૮ વર્ષથી પુરવઠા અછતનો સામનો કરી રહેલી બજારમાં ૨૦૨૫મા ચાંદીની માળખાગત પુરવઠા અછત ૨૦૬૦ લાખ ઔંસ રહેશે, એવી આગાહી કરવામાં આવી છે. ૭૦ ટકા ચાંદી કોપર, સીસું, અને ઝીન્કની ખાણમાંથી બાય-પ્રોડક્ટ તરીકે મેળવવામાં આવે છે. તમે જુઓ આટલા ઊંચા ભાવે પણ જાગતિક બજારમાં અછત કેટલી મોટી છે. સોલાર ફોટોવોલાટીક ઉદ્યોગની માંગ ૨૦૨૪મા ૨૩૨૦ લાખ ઔંસ હતી, ઇલેક્ટ્રિક વાહનોમાં સેમીકાન્ડક્ટર અને ફાઈવ-જી ટેકનોલોજીમાં પણ મોટી માંગ રહે છે.

- Advertisement -

સંસ્થાગત રોકાણકારોનું ૨૦૨૫ના પ્રથમ ત્રિમાસિકમાં ચાંદી ઈટીપી (એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટ)માં રોકાણ, વધીને ૪૦ અબજ ડોલરનું ૯૫૦ લાખ ઔંસ થયુ હતું, જે ૨૦૨૪નાં સમાનગાળા કરતા ખુબ વધુ હતું. ૨૦૨૭માં વાર્ષિક ૨૫૦૦ લાખ ઔંસ ચાંદીની ઔધ્યોગિક માંગમાં, એકલા ફોટોવોલટીક એપ્લીકેશન તરીકે સોલાર પેનલ ઉત્પાદકોની સૌથી વધુ રહેશે. સાઉદી સેન્ટ્રલ બેન્કે સિક્યુરીટી એક્સચેન્જ કમિશનમાં ભરેલા એક ફોર્મમાં કહ્યું હતું કે અમારો ઈરાદો ૩૦૫.૭ લાખ ડોલરના ૯,૩૨,૦૦૦ સિલ્વર ઈટીએફ શેર ખરીદવાનો છે. આ પેકેજમાં ૯૮ લાખ ડોલરના ૨,૦૩,૭૦૦ શેર ગ્લોબલ એક્સ સિલ્વર માઇનર્સનો સમાવેશ થાય છે.

તેજીના ફંડામેન્ટલ્સનું આ એક કારણ તો છે જ, રોકાણકારોએ પણ આને એક મહત્વના મુદ્દા તરીકે લેવું જોઈએ. સેન્ટ્રલ બેન્કની આવી ઈટીએફ ખરીદી, ચાંદીનું રીમોનેટાઇઝ કરવાના હેતુથી નથી કરવામાં આવી. એનાલિસ્ટો કહે છે કે સોનાની તેજીમાંથી પણ ચાંદીને ઉપર જવાની તક મળી રહી છે. એપ્રિલમાં એક તબક્કે ગોલ્ડ સિલવર રેશિયો ૧૦૪ થયો હતો તે, ઘટીને હવે ૮૫.૮૩ થયો છે. ઐતિહાસિક રીતે રેશિયો સરેરાશ ૫૦ અને ૬૦ની વચ્ચે રહેવો જોઈએ. વાસ્તવિકતા એ છે કે સોવરીન વેલ્થ ફંડોએ હવે ચાંદીનું વર્તમાન મુલ્ય શું હોવું જોઈએ, તેની સમજ કેળવી લીધી છે, એ જોતા કીમતી ધાતુમાં ચાંદી ગેમ્ચેન્જર બની શકે છે.

ટૂંકમાં કહીએ તો ચાંદી મોટી તેજીની છલાંગ લગાવવાની તૈયારીમાં છે. ૪૦ ડોલર ઉપરના ભાવે પણ તે નવા ઊંચા ભાવ માટે રોકાણકારો અને સટ્ટોડીયાનું આકર્ષણનું કેન્દ્ર બની છે. ખેલાડીઓ સતત એ વાતે સહમત થવા લાગ્યા છે કે પરંપરાગત બુલિયન એનાલીસ્ટ એ સમજવામાં થાપ ખાઈ ગયા કે ચાંદીની માંગ વૃદ્ધિનો પોર્ટફોલિયો સતત વધી રહ્યો છે. ચાંદીની કુલ વાર્ષીક માંગમાં સોલાર ફોટોવોલ્તિકસ, ઈલેકટ્રીક વહીકલ્સ, સેમીકંડકટર્સ, અને ટેલીકોમ્યુનીકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ઔદ્યોગિક વપરાશકારોનો હિસ્સો પચાસ ટકા કરતા વધી ગયો છે. જે માંગ વૃદ્ધિ સાથે ભાવને નવી દિશાદોર આપી રહ્યા છે. ભાવમાં જોવાયેલા એકએક્ના ઉછાળાને પગલે રઘવાયા રોકાણકારો પણ બજારમાં દાખલ થઇ ગયા છે.

- Advertisement -

ડીસેમ્બર ૨૦૧૦થી એપ્રિલ ૨૦૧૧ દરમિયાન બંકર હન્ટ ભાઈઓએ આખી બજારમાંથી ચાંદી કોર્નર કરવી શરુ કરી અને ભાવને એપ્રિલ ૨૦૧૧મા ૫૦ ડોલર પહોચાડી દીધા હતા. હવે જગતના બે મોટા અર્થતંત્રો ચીન અને અમેરિકા સંવેદનશીલ કાચા કોમોડીટી માલો સાથે ચાંદી પણ મોટાપાયે કોર્નર કરવા લાગ્યા છે. બુલિયન મેટલના રોકાણકારો માટે વર્તમાન મેક્રો ઈકોનોમિક સંકેતો, ખુબજ મુંઝવણભર્યા આવી રહ્યા છે. પીપીઆઈ (પ્રોડ્યુસર પ્રાઈસ ઇન્ડેક્સ)નાં આંકડા સૂચવે છે કે ઔદ્યોગિક સપ્લાય ચેઈનમાં ફુગાવાજન્ય દબાણ સર્જી રહ્યા છે. સામી બાજુએ જેક્શન હોલમાં અમેરિકન ફેડરલ રીઝર્વે એવા સંકેત આપ્યા કે અર્થતંત્રમાં નાણાકીય વ્યવસ્થા લચીલી રાખવી જરૂરી બની ગઈ છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular