Tuesday, May 26, 2026
HomeGujaratમીડીયામાં શિવાંશનું નામ અને ચહેરો જાહેર કરવો ગુનો છે પણ મીડીયા માટે...

મીડીયામાં શિવાંશનું નામ અને ચહેરો જાહેર કરવો ગુનો છે પણ મીડીયા માટે ગુનો કરવો અનિવાર્ય હતો જાણો કેમ ?

- Advertisement -

પ્રશાંત દયાળ,નવજીવન : ગાંધીનગરના પેથાપુરની ગૌશાળામાં એક બાળક મળી આવ્યાની ઘટના પછી સમગ્ર રાજયમાં તે બાળક માટે સહાનુભુતી જન્મી હતી, તેનું કારણ હતું ટેલીવીઝન-અખબાર અને સોશીયલ મિડીયામાં આ બાળકની તસવીર અને વિડીયો પ્રસિધ્ધ થયા હતા, પહેલા ચોવીસ કલાક સુધી તો ખુદ પોલીસ પણ અંધારામાં હતી કારણે આ નિર્દોષ અને માસુમ બાળકના પાલક કોણ છે તેને શોધવા જરૂરી હતા, જુવેનાઈલ જસ્ટીશ એકટ પ્રમાણે કોઈ પણ સગીર ઉમંરના બાળકની ઓળખ -તેનું નામ અને ચહેરો જાહેર કરવો નહીં, આમ છતાં એક એવી સ્થિતિ નિર્માણ પામી હતી કે એક તરફ જુવેનાઈલ એકટની જોગવાઈ હતી બીજી તરફ આ બાળકના પાલકને શોધવાના હતા, માધ્યમો અને પોલીસ પાસે પાલક શોધવા માટે બાળકની તસવીર અને વિડીયો જાહેર કરી તેના પાલક સુધી પહોંચવા સિવાય કોઈ વિકલ્પ જ ન્હોતો.



જીંદગી નિયમો પ્રમાણે ચાલતી નથી, નિયમ માણસને સારી જીંદગી આપવા માટે જ હોય છે આવુ જ કઈક બાળકની સુરક્ષા માટેના કાયદામાં પણ છે, બાળક પિડીત હોય અથવા બાળક આરોપી હોય તેવા બંન્ને કિસ્સામાં બાળકની ઓળખ જાહેર કરી શકાતી નથી, આ નિયમ બાળકના વર્તમાન અને ભવીષ્યની સુરક્ષા માટે છે, પરંતુ શિવાંશના કિસ્સામાં પહેલા ચોવીસ કલાક તો પોલીસ અને મિડીયાની એક સરખી સ્થિતિ હતી કારણ ગૌશાળામાં મળી આવેલુ બાળક કોણ છે અને તેના પાલક કોણ છે તે શોધવામાં પોલીસ અને મિડીયા પોતાની રીતે પ્રયત્નમાં હતા.

શિવાંશની ઘટના માત્ર શબ્દોમાં સમજાવી શકાય તેવી ન્હોતી, શિવાંશનો ચહેરો લોકો સુધી પહોંચે તે જરૂરી હતુ, કારણ તેનો જાહેર થયેલો ચહેરો જ તેના પાલક સુધી પોલીસને પહોચાડી શકે તેમ હતો, શિવાંશની તસવીર જાહેર કરનાર અખબાર, ટેલીવીઝન ચેનલ અને સોશીયલ મિડીયા જુવેનાઈલ એકટની આ જોગવાઈથી વાકેફ નહીં હોય તેવુ માનવાને કોઈ કારણ નથી, પણ તેમની અગ્રતા કાયદા કરતા શિવાંશના પાલક મળે તેમ હતી, એટલે કોઈને પુછયા વગર કોઈની મંજુરી લીધા વગર માધ્યમોએ સામુહીક રીતે નિર્ણય કર્યો કે શિવાંશનો ચહેરો વધુમાં વધુ લોકો સુધી પહોચે જેનું પરિણામ પણ આવ્યુ એક તરફ સહામુભુતી દર્શાવતા લોકોએ તેને દત્તક લેવાની તૈયારી બતાડી અને મહેંદીના માસા માસી પણ ગાંધીનગર દોડી આવ્યા હતા.



હવે બધુ જ સ્પષ્ટ થઈ ગયુ કે શિવાંશના પિતા મળી આવ્યા અને તેની માતા હવે રહી નથી, જિલ્લા બાળ સંરક્ષણગૃહ અમદાવાદ દ્વારા તમામ માધ્યમોના ધ્યાન ઉપર આ કાયદાની જોગવાઈ મુકી વિનંતી કરી છે કે ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ગાંધીનગર દ્વારા આ બાળકને કાળજી અને રક્ષણની જરૂરીયાત ધરાવતુ જાહેર કર્યુ છે જયારે કોઈ બાળકને કાળજી અને રક્ષણની જરૂરીયાત વાળુ જાહેર કરવામાં આવે ત્યારે ત્યારે બાળકની ઓળખ છતી ના થાય તે જરૂરી છે જુવેનાઈલ એકટ 2015ની કલમ 74 પ્રમાણે આ બાળકની ઓળખ છતી થાય તે પ્રકારનું રીપોર્ટીંગ ટાળવુ જોઈએ કારણ તે બાળકના ભવીષ્ય માટે હિતાવહ છે.

- Advertisement -

અમે આ બાળકની ઓળખ જાહેર થાય નહીં તેની ખાતરી આપી છીએ કારણ અમને પણ તેના ભવીષ્યની ચીંતા છે.

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular