Tuesday, May 26, 2026
HomeGujaratવડોદરાઃ બોલો પારુલ યુનિવર્સિટીએ વિધ્યાર્થીઓને પણ કર્મચારી બતાવી પગાર ઉધાર્યોઃ ઈન્કમટેકસ દ્વારા...

વડોદરાઃ બોલો પારુલ યુનિવર્સિટીએ વિધ્યાર્થીઓને પણ કર્મચારી બતાવી પગાર ઉધાર્યોઃ ઈન્કમટેકસ દ્વારા વિધ્યાર્થીઓને મળી નોટીસ

- Advertisement -

પ્રશાંત દયાળ. નવજીવન: દરેક માણસ પૈસા કમાવવા માટે જ ધંધો કરતો હોય છે. પણ પૈસા કમાવવાની દોડમાં પ્રમાણભાન પણ જરૂરી છે, વડોદરા સ્થિતિ પારૂલ યુનિવર્સિટી દ્વારા ભુતીયા કર્મચારીઓ બનાવી કરોડો રૂપિયા તેમના બેન્ક ખાતામાં જમા કરી ઉપાડી લીધા હોવાનું બહાર આવતા ઈન્કમટેકસ વિભાગ દ્વારા ભુતીયા કર્મચારીઓને નોટીસ પાઠવી જવાબ આપવા જણાવ્યુ છે, ખુદ ઈન્કમટેકસ વિભાગ જાણે છે કે જેમને નામે યુનિવર્સિટીએ ખાતા ખાલી કરોડો રૂપિયા પાછા લઈ લીધા તેવા ભુતીયા કર્મચારીઓ આ બાબતે કઈ જાણતા જ નથી, પરંતુ તાજેતરમાં ઈન્કમટેકસ દ્વારા કેટલાંક વિધ્યાર્થીઓને પણ નોટીસ પાઠવતા તેઓ ચૌંકી ઉઠયા છે કારણ નોટીસ પ્રમાણે તેઓ પણ પારૂલ યુનિવર્સિટીના કર્મચારી હોવાનું દર્શાવી તેમના નામે પણ પગાર ઉધારવામાં આવ્યો હતો.



અમદાવાદ હોમીયોપેથીક કોલેજમાં અભ્યાસ કરી ચુકેલી પાટણની પ્રિયંકા લાણુકીયા જે હાલમાં મુંબઈ રહે છે તેમનો પણ ઈન્મટેકસ વિભાગે નોટીસ પાઠવી છે, પ્રિયંકા આધાત સાથે કહે છે કે મને આશ્ચર્ય છે કે મને ઈન્કમટેકસ વિભાગે કઈ રીતે નોટીસ આપી કારણ મારે અને પારૂલ યુનિવર્સિટી સાથે કયારેય કોઈ સંબંધ રહ્યો નથી, મેં અમદાવાદ હોમીયોપેથી કોલેજમાં અભ્યાસ કર્યો હતો અને તેની માન્યતા ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે હતી, આમ છતાં નોટીસ પ્રમાણે મારૂ બેન્ક ખાતુ વડોડરા વાઘોડીયા રોડની ડીસીબી બેન્કમાં ખુલ્યુ અને મને કર્મચારી દર્શાવી મારા નામે પગાર પણ થયો.

પ્રિયંકા કહે છે હાલમાં હું પરણિત છુ, મારે સંતાન છે., ત્યારે કારણ વગર મારે આ સંબંધે ઈન્કમટેકસ વિભાગના જવાબ આપવા સંબંધે જવુ પડશે, મેં આ અંગે પારૂલ યુનિવર્સિટીમાં ફોન કરી પુછતાં તેમણે પણ કબુલ્યુ કે આવુ બન્યુ છે, જો કે તેઓ મામલે કઈ લેખિતમાં આપવા તૈયાર નથી, મને તો તે પણ સમજાતુ નથી કે મારી મંજુરી અને સહી-દસ્તાવેજ વગર કઈ રીતે બેન્ક ખાતુ ખુલ્યુ અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ અમદાવાદ રાજેશ દાફડાને પણ વિભાગ દ્વારા આવી નોટીસ મળી હતી રાજેશ તો અમદાવાદના એક મોલમાં ગાર્ડ તરીકે નોકરી કરે છે તેણે તો વડોદરા પણ જોયુ નથી,. નોટીસ અનુસાર વિભાગને કુલ 178 બેન્ક ખાતા મળ્યા હતા જેઓ યુનિવર્સિટી અથવા ટ્રસ્ટના કર્મચારી નહીં હોવા છતાં તેમના નામના ખાતા ખુલ્યા જેમાં કરોડો જમા થયા અને ઉપડી ગયા હતા આ તમામ ખાતાની ચેક બુક અને એટીએમ કાર્ડ પણ યુનિવર્સિટીમાંથી કબજે કરવામાં આવ્યા હતા.



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular