Monday, May 19, 2025
HomeBusinessસતત પાંચ સપ્તાહથી ઘટતા માલવાહક જહાજી નુર

સતત પાંચ સપ્તાહથી ઘટતા માલવાહક જહાજી નુર

- Advertisement -

ટ્રમ્પએ લીધેલા પગલાથી અમેરિકા અને વૈશ્વિક જહાજી નુરબજાર પર ચીનનું પ્રભુત્વ ઘટશે

બ્લેકસી જહાજી રૂટ પર જહાજો સરળતાથી પસાર થઇ શકે તે હેતુથી મેરીટાઈમ યદ્ધ વિરામના થવું જોઈએ

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ટ્રમ્પએ લીધેલા પગલાથી અમેરિકા અને વૈશ્વિક જહાજી નુરબજાર પર ચીનનું પ્રભુત્વ ઘટશે. અલબત્ત, અમેરિકન સપ્લાય ચેઈન ખંડિત થશે, જે અમેરિકામાં બંધાયેલા જહાજોની માંગ વૃદ્ધિના સંકેત પણ આપશે. આમ જહાજી નુર નીર્ધારણ, અગાઉ નક્કી થતા હતા તે રીતે નહિ પણ પ્રત્યેક પોર્ટને બદલે પ્રત્યેક મુસાફરીને આધારે નિર્ધારિત થશે. અન્ય એક અલગ ઘટનામાં ભૂરાજકીય વિવાદમાં શીપીંગ રૂટમાં પણ બદલાવ આવ્યા છે. યુક્રેનમાં યુદ્ધવિરામ થાય તે માટે રશિયન અને અમેરિકન અધિકારીઓ સાઉદી અરેબિયામાં મળ્યા હતા. અમેરિકા એ સમજાવવા પ્રયાસ કરી રહ્યું છે કે કમસેકમ યુધ્ધ્વીરામનાં વ્યાપક હિતના પહેલા તબક્કામાં બ્લેક સી જહાજી રૂટ પર જહાજો સરળતાથી પસાર થઇ શકે તે હેતુથી, મેરીટાઈમ યદ્ધ વિરામના કરારો થવા જોઈએ.

કેપ્સાઈઝ, પાનામેક્સ, અને સુપ્રામેક્સ જહાજોનો બનેલો બાલ્ટિક ડ્રાય ઇન્ડેકસ (Baltic Dry Index) શુક્રવારે ૨૦ પોઈન્ટ કે ૧.૬ ટકા વધી ૧૨૬૧ પોઈન્ટ રહ્યો. પણ સાપ્તાહિક ધોરણે તે સતત છ સપ્તાહથી ઇન્ડેકસ ઘટી રહ્યો છે. ગત સપ્તાહે પણ ૧ ટકો ઘટાડો દાખવતો હતો. છેલ્લા એક જ મહિનામાં ઇન્ડેક્સ ૨૪ ટકાનો જબ્બર ઘટાડો દાખવે છે, વર્ષાનું વર્ષ જોઈએ તો ૩૩.૬૭ ટકા ઘટાડો થયો છે. શુક્રવારે કેપ્સાઈઝ ઇન્ડેક્સ ૨૨ પોઈન્ટ વધીને ૧૬૭૮ પોઈન્ટ રહ્યો હતો, પણ ગત સપ્તાહે તે ૭ ટકા ઘટ્યો હતો. ૧.૫ લાખ ટન આયર્ન ઓર અને કોલસાનું વહન કરતા આ જહાજનું દૈનિક સરેરાશ નુર ૧૭૯ ડોલર વધીને ૧૩,૯૧૩ ડોલર મુકાયું હતું.

- Advertisement -

૬૦થી ૭૦ હજાર ટન કોલસો અને અનાજનું વહન કરતા પનામેક્સ ઇન્ડેકસ ૩૫ પોઈન્ટ વધીને ૧૨૭૩ પોઈન્ટ શુક્રવારે નોંધાયો હતો. સાપ્તાહિક ધોરણે ૨.૮ ટકા વૃદ્ધિ દાખવી સરેરાશ નુર વૃદ્ધિ ૩૨૨ ડોલર વધીને ૧૧,૪૬૦ ડોલર થઇ હતી. ઇન્ડેક્સમાં સૌથી નાના માલવાહક જહાજમાં ગણના પામતા સુપ્રામેક્સ ઇન્ડેક્સ ૦.૭ ટકા વધીને ૯૫૦ પોઈન્ટ થયો હતો, આમ તે બીજા સપ્તાહે પણ વધ્યો હતો. ઐતિહાસિક રીતે જોવા જઈએ તો, મે ૨૦૦૮મા બાલ્ટિક ડ્રાય ઇન્ડેક્સ ઓલ ટાઈમ હાઈ ૧૧,૭૯૩ પોઈન્ટ મુકાયો હતો.

ચાઈનીસ કાયદાઓ, વેપાર નીતિઓ અને વ્યવહારો અમેરિકન વેપાર વણજ પર અનાવશ્યક બોજારૂપ છે, એવું અમેરિકન વેપાર પ્રતિનિધિઓના સંશોધનમાં જણાઈ આવતા, ચીનમાં તૈયાર થયેલા માલવાહક જહાજો પર ગત સપ્તાહે ટ્રમ્પ સરકારે જકાત લાગુ પાડવાની જાહેરાત કરી હતી. અમેરિકન વાણીજ્ય પ્રધાને કહ્યું હતું કે જહાજો અને જહાજી વહન એ મુક્ત વેપારવણજ તેમજ અમેરિકન આર્થિક સલામતી માટે એક મહત્વનું અંગ છે. અમેરિકા અને ચીન વચ્ચે જકાત યુધ્ધે, અમેરિકન કોલસા નિકાસમાં ગાબડું પાડી દીધું છે. ખાસ કરીને મેટાલર્જીક્લ કોલસા ઉત્પાદકોને નવી બજારો શોધવાની ફરજ પાડી છે. ચીને ૨૦૨૪મા ૧૦૭ લાખ ટન કોલસાની આયાત કરી હતી, હવે તેણે પણ માગ પુરવઠાનો ગાળો પુરવા અન્યત્ર નજર દોડાવવી પડશે.

ચીન અને અમેરિકા વચ્ચે જામેલા જકાત વિવાદની અસર એશિયન મહાદ્વીપ પર ખાસ કરીને ભારતીય ઉપખંડમાં જહાજ ભાંગવાના અને નવા જહાજો બનાવવાના ઉદ્યોગ પર વ્યાપક અસર થશે. જ્યાં સુધી ટેરીફ વોર પૂરું થઈને ચોક્કસ જકાતદરો પ્રસ્થાપિત નાં થાય ત્યાં સુધી એશિયન મહાદ્વિપ બજારમાં સસ્ત્તા સ્ટીલની ચીની ખેપો ઠલવાતી રહેશે. મહાદ્વિપોમાં જ્યાં મોટું રીસેલ માર્કેટ છે ત્યાં, વળતી ટેરીફની મમત નિશ્ચિત પણે આજુબાજુના દેશોમાં માલનું રીસેલીંગ કરવું મુશ્કેલ બની જશે. આનો અર્થ એ થાય કે શીપ રીસાયકલીંગ ઉદ્યોગ પર સર્વાંગી અસરો શું થશે તે નિર્ધારિત કરવું અઘરું છે. આ સ્થિતિમાં જહાજી નુર નિર્ધારણ પણ મુશ્કેલ થઇ પડવાનું.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular