Sunday, July 13, 2025
HomeGujaratદ્વારકા SOGએ નકલી માર્કશીટ કૌભાંડ ઝડપ્યું, ધોરણ 10ની મળી 66 માર્કશીટ

દ્વારકા SOGએ નકલી માર્કશીટ કૌભાંડ ઝડપ્યું, ધોરણ 10ની મળી 66 માર્કશીટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દ્વારકાઃ Dwarka Fake Marksheet Scam: ગુજરાતમાં તાજેતરમાં જ ડમીકાંડનો મામલો સામે આવ્યો હતો. આ મામલો હજુ શાંત પડ્યો નથી ત્યાં તો વઘુ એક કૌભાંડનો દ્વારકા એસ.ઓ.જી.(SOG) એ પર્દાફાશ કર્યો છે. દ્વારકા એસ.ઓ.જી. (Dwarka SOG) એ દ્વારકાના સલાયા બંદર નજીકની દુકાનમાં ચાલતા નકલી માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એસ.ઓ.જી.ની ટીમે દુકાનમાંથી ગુજરાત બોર્ડની ધોરણ 10ની 66 જેટલી ડુપ્લિકેટ માર્કશીટ (Duplicate Marksheet) ઝડપીને એક યુવાનની ધરપકડ કરી છે.

દ્વારકા એસ.ઓ.જી.ને માહિતી મળી હતી કે, દ્વારકાના સલાયા બંદર નજીક પરોડીયા રોડ પરની એક દુકાનમાં ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગરની નકલી માર્કશીટનું કૌભાંડ ચાલી રહ્યું છે. માહિતીના આધારે એસ.ઓ.જી.ની ટીમે અલ ફૈઝે કાસિમ નામની દુકાનમાં દરોડો કર્યો હતો. આ દરમિયાન દુકાનમાંથી પોલીસને 21 વર્ષીય અજીમ અકબર કુંગડા મળી આવ્યો હતો. દુકાનમાં તલાસી લેતા પોલીસને નકલી માર્કશીટ અને STCWના સર્ટિફિકેટ મળી આવ્યા હતા.

- Advertisement -

પોલીસે અજીમની ધરપકડ કરીને તેની પુછપરછ કરતાં સામે આવ્યું હતું કે, સલાયા તથા તેના આસપાસના લોકો કે જેને વિદેશમાં સારા પગાર વાળી વહાણ અને બોટમાં નોકરી કરવા ઈચ્છતા હોય તેવા લોકોને અનિવાર્ય સ્ટાન્ડર્ડ ઓફ ટ્રેનિંગ સર્ટિફિકેટ અને વોચ કીપિંગનું સર્ટિફિકેટ મેળવા માટે ધોરણ 10ની માર્કશીટ જરૂરી હતી. જેથી આ લોકો માટે અજીમ ધોરણ 10ની ખોટી માર્કશીટ બનાવી આપતો હતો. અજીમ આ માર્કશીટ માટે 35થી 40 હજાર રૂપિયા લેતો હતો. પોલીસે અજીમની ધરપકડ કરીને તેની પાસેથી મળી આવેલી 66 નકલી માર્કશીટ, કોમ્પ્યુટર, પ્રિન્ટર વગેરે કબ્જે કરીને સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular