Wednesday, May 20, 2026
HomeGujaratSuratજીવન ટૂંકાવતાં પહેલાં કેસ રફેદફે કરવા મૃતકનો પીએસઆઈ પર 10 લાખ માંગવાનો...

જીવન ટૂંકાવતાં પહેલાં કેસ રફેદફે કરવા મૃતકનો પીએસઆઈ પર 10 લાખ માંગવાનો ગંભીર આરોપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat News : પ્રેમસંબંધોની શરૂઆત અને અંતમાં ભાગ્યે જ સામ્યતા જોવા મળે છે. કોઈ બાબતના આકર્ષણને લઈ શરૂ થયેલા પ્રેમસંબંધો વ્યક્તિને ક્યાં લઈ જાય છે તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે. રોજે રોજ પ્રેમસંબંધથી જોડાયેલા અનેક યુવક યુવતીઓ કોઈને કોઈ બાબતને લઈ જીવન ટૂંકાવી દે છે, જાણે જીવનમાં અંધકાર સિવાય કઈ ન હોય. ત્યારે એક યુવકે તેની પ્રેમિકા દ્વારા ફરિયાદ નોંધાવામાં આવતા જીવન ટૂંકાવી દેવાના સમાચાર સામે આવી રહ્યા છે. સાથે જ પીએસઆઈ પર પણ કેસ રફેદફે કરવા રૂપિયાની માંગણી કરવાની વાત સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ અમરેલી (Amreli) જીલ્લાના જાફરાબાદના વતની અને હાલ સુરતના (Surat) પૂણાગામ રહેતા 41 વર્ષીય યુવક પ્રફુલ કોલડીયાએ વરાછા ખાતે રહેતા તેના મિત્રના ઘરે જઈ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. મૃતક પ્રફુલ બે સંતાનોનો પિતા હતો અને કાર લે-વેચના ધંધા સાથે સંકળાયેલો હતો. મૃતકે વરાછા ખાતે ભગીરથ સોસાયટીમાં રહેતા મિત્રના ઘરે જઈ મિત્રની ગેરહાજરીમાં જીવન ટૂંકાવાનું પગલું ભર્યું છે. તેના મિત્રએ ઘરે આવતાં પ્રફુલને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈ તે ચોંકી ઉઠ્યો હતો અને તાત્કાલિક પોલીસને ઘટનાની જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાની તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે, પ્રફુલને ભાવનગર ખાતે રહેતી એક પરિણીતા સાથે પ્રેમસંબંધો હતા. કોઈ કારણોસર પરિણીત પ્રેમિકાએ પ્રફુલ સામે મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના કારણે પ્રફુલે જીવન ટૂંકાવવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પરિણીત પ્રેમિકાએ નોંધાવેલી ફરિયાદને કારણે મૃતક પ્રફુલ માનસિક તાણ અનુભવતો હતો અને છેવટે તેને જીવન ટૂંકાવાની માહિતી પોલીસને મળી હતી.

- Advertisement -

ઘટનાની ખાસ વાત એ પણ છે કે, મૃતક પ્રફુલે જીવન ટૂંકાવતાં પહેલાં એક વિડીયો બનાવ્યો હતો. જેમાં તેણે પોલીસ દ્વારા 10 લાખ રૂપિયાનો તોડ કરવાની વાત કરી છે. મૃતક પ્રફુલે જીવન ટૂંકાવતાં પહેલાં બનાવેલા વિડિયોમાં મહુવા રૂરલ પોલીસના (Mahuva Rural Police) પીએસઆઈ યાદવ પર 10 લાખ રૂપિયા રૂરલ પોલીસને આપી દે તો કેસ રફેદફે કરી દઉં અને તને ટેબલ જામીન આપી દઉં તેવો આક્ષેપ કર્યો છે. 10 લાખ રૂપિયા નહીં આપે તો 6થી 7 વર્ષ સુધી જેલમાં નાખી દઈશ તેવો પણ મૃતક દ્વારા પીએસઆઈ યાદવ પર આક્ષેપ કરવામાં આવ્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular