Friday, May 1, 2026
HomeGujaratબનાસકાંઠાના ખડોલ ગામમાં ચૂંટાયેલા સરપંચે કહ્યું 'મેં નક્કી કર્યું તો હું બીજા...

બનાસકાંઠાના ખડોલ ગામમાં ચૂંટાયેલા સરપંચે કહ્યું ‘મેં નક્કી કર્યું તો હું બીજા કોઈનો હાર પહેરીશ નહીં’ જુઓ Video

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન બનાસકાંઠા): હમણાં આપણે ટીવી ડીબેટમાં રાજકીય પક્ષના પ્રવક્તાને સાંભળીએ તો મન અને કાનને ત્રાસ થઈ જાય છે, એકબીજા ઉપર આરોપો અને બરાડા પડાવા સિવાય કાંઈ તેઓ કરી શક્તા નથી તેવું લાગે છે આવું જ સરકારોમાં પણ થાય છે, જે સરકારમાં છે તે પોતાનો સર્વોપરી અને સર્વોચ્ચ માને છે, જ્યારે વિરોધપક્ષ માને છે કે સરકાર બધુ જ ખોટું કરે છે, જેના કારણે પ્રજાના કામ અને તેમના મુદ્દા બાજુ ઉપર રહી જાય છે, આવું કોઈ એક જગ્યા નથી તમામ રાજ્યો અને કેન્દ્ર સરકારમાં પણ આવી જ સ્થિતિ છે.



તાજેતરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ ગઈ, જેમાં તમામે એડીચોટીનો જોર લગાવ્યુ હતું. અનેક ગામોમાં હિંસાના પણ સમાચાર મળ્યા પરંતુ બનાસકાંઠાના ખડોલ ગામની ચૂંટણીના પરિણામ પછી જીતી મેળવનાર અને હારેલા ઉમેદવાર સાથે જોવા મળ્યા અને તેમણે સાથે મળી ગામને ખાતરી આપી કે અમે સાથે મળી ગામનો વિકાસ અને નમુનારૂપ ગામ બનાવીશું આખી ઘટના શબ્દોમાં કહેવાને બદલે તેનો વિડીયો જુઓ તો તમને પણ લાગશે ખરૂં રાજકારણ તો આ જ છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular