Friday, May 1, 2026
HomeGujarat'તમામ વિદ્યાર્થીઓને વળતર મળે': AAP નેતા મનોજ સોરઠીયાએ કરી માગ, કેજરીવાલ ટુંક...

‘તમામ વિદ્યાર્થીઓને વળતર મળે’: AAP નેતા મનોજ સોરઠીયાએ કરી માગ, કેજરીવાલ ટુંક સમયમાં આવી શકે છે ગુજરાત

- Advertisement -

નવજીવન.અમદાવાદ: ગુજરાતમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટી ગયા બાદ સમગ્ર ગુજરાતમાં લોકો મોટા પ્રમાણમાં સરકારનો અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનો વિરોધ કરી રહ્યા છે. આજે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ અમદાવાદ સ્થિત આપના પ્રદેશ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.

મનોજ સોરઠીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, “આજે આમ આદમી પાર્ટીના 28 જેટલા મહિલા કાર્યકર્તાઓ જે સાબરમતી જેલમાં હતા તેમને જમીન મળી ગયા છે, આમ આદમી પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, પ્રવીણ રામ અને નિખિલ સવાણી સહિત અન્ય 65 જેટલા કાર્યકર્તાઓ અત્યારે સાબરમતી જેલમાં છે તેમને પણ જલદી બહાર લાવવામાં આવે તેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમને ન્યાય તંત્ર પર પૂરો ભરોસો છે.”



તેમણે વધુમાં જણાવ્યું હતું કે,” આમ આદમી પાર્ટી જે વિદ્યાર્થીઓની આ લડાઈ લડી રહી છે તેમાં અમને સમગ્ર ગુજરાતમાંથી સમર્થન મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ ભૂખ હડતાલ કરી રહ્યા છે, તેમની સ્થિતિ હાલ તો સ્થિર છે પરંતુ ડૉક્ટર્સનું કહેવું છે કે આગામી સમયમાં તેમની તબિયત બગડી શકે છે. આ નેતાઓને સમર્થન આપવા માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આમ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપવાસ કરી રહ્યા છે. ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં અંગ્રેજોને પણ શરમાવે તેવી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.”

- Advertisement -

તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે ભાજપ દ્વારા અમારા પર સતત નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતમાં પોલીસ તંત્રને માત્ર આમ આદમી પાર્ટીને રોકવા માટે કામે લગાડવામાં આવ્યા છે. આજે પણ અમે જ્યાં ઉપવાસ કરી રહ્યા છે ત્યાં ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને તમામ નેતાઓને નજરકેદ કરવામાં આવ્યા છે. અમે હાઈકોર્ટ પાસે ગાંધી આશ્રમની આસપાસ ઉપવાસ માટે પરવાનગી માગી છે અમને આશા છે કે હાઈકોર્ટ દ્વારા અમને પરવાનગી આપવામાં આવશે.

મનોજ સોરઠીયાએ માગ કરતા જણાવ્યું હતું કે, “ગુજરાતમાં જે રીતે પેપર લીક થઈ રહ્યા છે અને જેમની ધરપકડ કરવામાં આવી છે તેમની ઉપર પણ કોઈ નેતાનો હાથ હશે. તેમને પણ પકડવામાં આવે અને ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાનું રાજીનામું લેવામાં આવે તે ગુજરાતના હિતમાં છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ ગરીબ અને મધ્યમ વર્ગના છે આવા તમામ વિદ્યાર્થીઓને વળતર મળે તે માટે અમે માગ કરીએ છે. જ્યાં સુધી ગુજરાત સરકાર અમારી માગણીઓ પર કામ નહીં કરે ત્યાં સુધી અમારા ઉપવાસ ચાલુ રહશે.”



તેમણે જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની તમામ રાજકીય ગતિવિધિઓ ઉપર નજર રાખી રહ્યા છે અને નજીકના સમયમાં તેમણે ગુજરાતના પ્રવાસે આવશે. ગુજરાતના પેપર લીક કાંડમાં તેમનું અમને સમર્થન છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular