Friday, March 29, 2024
HomeGujaratઅંધશ્રધ્ધામાં બાળકીને મોતના મુખમાં નાખનાર સગી ફોઈના જામીન કોર્ટે નામંજુર કર્યાં

અંધશ્રધ્ધામાં બાળકીને મોતના મુખમાં નાખનાર સગી ફોઈના જામીન કોર્ટે નામંજુર કર્યાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથઃ તાલાલામાં અંધશ્રધ્ધાના ઓઠા હેઠળ માસુમ બાળાનું મોત નીપજાવાના (Father killed his daughter) ગુન્હામાં બાળાની ફઇને વેરાવળની એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દઇ નામંજુર કરી છે. ગામડાઓમાં અંધશ્રધ્ધાના નામે બાળકીઓના જીવ અનેકવાર અગાઉ લેવાયા છે. ત્યારે સમાજમાં દાખલો બેસાડવા માટે કોર્ટે આરોપીઓની જામીન અરજીને ફગાવી દીધી છે.

હાલ આધુનિક યુગમાં પણ કેટલી અંધશ્રધ્ધા લોકોના મનમાં ઘર કરીને બેઠું છે. આવી જ એક ઘટના તાલાલામાં સામે આવી હતી. અંધશ્રધ્ધામાં આવીને પરિવાર દ્વારા જ માસૂમ બાળકીને બલી ચઢાવવાની હચમચાવતી ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચ્યો હતો. જે બાદ આ કેસમાં સંડોવાયેલા 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.

- Advertisement -

આ અંગે જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જીલ્લાના તાલાલાના ધાવા ગીર ગામે માસુમ બાળાને તેમના પરીવાર દ્વારા તાંત્રીક વિધીમાં મારી નાખવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસમાં ઈ.પી.કો. કલમ ૩૦૨ સહીતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો હતો. આ ગુન્હામાં પોલીસે બાળાના પિતા, મોટાબાપુની ધરપકડ કરી અને રીમાન્ડ દરમિયાન બાળાની ફઇબા અર્ચનાબેન જેનીશભાઇ ઠુમ્મર રહે. કેશોદ વાળાની પણ સંડોવણી હોવાનું જણાતા તેની ધરપકડ કરી હતી.

આ ગુન્હાના આરોપી અર્ચનાબેનએ વેરાવળના બીજા એડીશ્નલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ વેરાવળમાં રેગ્યુલર જામીન ઉપર મુકત થવા અરજી દાખલ કરી હતી. જેમાં જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ ડી. વાળાએ દલીલો કરી હતી કે, અરજદાર આરોપીએ મરનાર બાળાને વળગાડ હોય અને આ વળગાડ કાઢવા સળગતી આગ પાસે ઉભી રાખી કપડા બાળી નાખવા વિગેરે સલાહ આપી હતી.

આમ આ ગુન્હામાં પ્રથમ દર્શનીય સંડોવણી હોવાનું જણાય રહ્યું છે તેમજ સમાજ માટે કલંકરૂપ અને ધૃણાસ્પદ બનાવ બન્યો છે જેમાં વળગાડના નામે એક માસુમ બાળકીનો ભોગ લેવામાં આવ્યો છે, તેથી સમાજમાં નિસહાય બાળકીઓનો અંધશ્રધ્ધાના નામે જીવ ન લેવાય અને સમાજમાં દાખલો બેસે તે માટે આરોપીના જામીન ફગાવા જેાઈએ એવી ધારદાર રજુઆતોને નામદાર કોર્ટે લક્ષમાં રાખી કે. જે. દરજી બીજા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ વેરાવળનાએ આરોપીની જામીન પર મુકત થવાની અરજી ના-મંજુર કરી હતી.

- Advertisement -

માહિતી: પરાગ સંગતાણી, ગીર-સોમનાથ

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular